નવી દિલ્હી: બોલીવૂડ અભિનેતા ઈમરાન હાશમીનું (Emraan Hashmi) નવું સોન્ગ 'લુટ ગયે' (Lut Gaye) આજે રિલીઝ થયું છે. સોન્ગ ખુબ જ ધમાકેદાર છે. ઇમરાન હાશમી લાંબા સમય બાદ આવા કોઈ મ્યૂઝિક વીડિયોમાં જોવા મળ્યો છે. આ સોન્ગને બોલીવૂડના પોપ્યુલર સિંગર જુબિન નૌટિયાલે ગાયું છે. સોન્ગનું મ્યૂઝિક પણ ઘણું સારૂ છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

રિલીઝ થયું સોન્ગ
સોન્ગને ટી-સિરીઝે રિલીઝ કર્યું છે. સોન્ગ રિલીઝ થયા બાદ એક કલાકની અંદર વાયરલ થયું છે. સમાચાર લખાઈ રહ્યા છે ત્યાં સુધીમાં 4,88,909 વખત લુટ ગયે (Lut Gaye) સોન્ગ જોવામાં આવ્યું છે. સોન્ગમાં એક વેડિંગ સેટઅપ દેખાળવામાં આવ્યો છે. સોન્ગમાં લગ્નના સીન, ઝગડો, લગ્ન તૂટવા અને ત્યારબાદ ગોળીબાર પણ જોવા મળી રહ્યો છે.


આ પણ વાંચો:- કપિલના શોમાં ફરી દેખાશે ગુથ્થી, કપિલ શર્મા અને સુનિલ ગ્રોવર આ સ્ટારે કરાવી દોસ્તી


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube