રિલીઝ થયું `ચીટ ઇંડિયા`નું પ્રથમ ગીત, `દારૂ વરગી`માં ગુરૂ રંધાવાની સાથે જોવા મળ્યું હાશ્મીનું Swag
ઇમરાન હાશ્મીની આગામી ફિલ્મ `ચીટ ઇન્ડિયા`નું પ્રથમ ગીત `દારૂ વરગી` રિલીઝ થઇ ગયું છે. આ ગીતમાં ઇમરાન હાશ્મીની સાથે જ ગીતના સિંગર ગુરૂ રંઘાવા પણ જોવા મળી રહ્યા છે. ફિલ્મ `ચીટ ઇંડિયા` શિક્ષણના ક્ષેત્રમાં થનાર કૌભાંડ અને ચીટિંગ જેવા વિષય પર બની છે. ફિલ્મમાં તો ઇમરાન એકદમ અલગ પાત્રમાં છે, પરંતુ આ ગીતમાં તેમનો સ્ટાઇલિશ લુક ખૂબ સુંદર લાગી રહ્યો છે. ઇમરાન હાશ્મીની ફિલ્મો જેટલી પસંદ કરવામાં આવે છે, તેમની ફિલ્મોના ગીત પણ એટલા જ હિટ રહે છે.
નવી દિલ્હી: ઇમરાન હાશ્મીની આગામી ફિલ્મ 'ચીટ ઇન્ડિયા'નું પ્રથમ ગીત 'દારૂ વરગી' રિલીઝ થઇ ગયું છે. આ ગીતમાં ઇમરાન હાશ્મીની સાથે જ ગીતના સિંગર ગુરૂ રંઘાવા પણ જોવા મળી રહ્યા છે. ફિલ્મ 'ચીટ ઇંડિયા' શિક્ષણના ક્ષેત્રમાં થનાર કૌભાંડ અને ચીટિંગ જેવા વિષય પર બની છે. ફિલ્મમાં તો ઇમરાન એકદમ અલગ પાત્રમાં છે, પરંતુ આ ગીતમાં તેમનો સ્ટાઇલિશ લુક ખૂબ સુંદર લાગી રહ્યો છે. ઇમરાન હાશ્મીની ફિલ્મો જેટલી પસંદ કરવામાં આવે છે, તેમની ફિલ્મોના ગીત પણ એટલા જ હિટ રહે છે.
'દારૂ વરગી'માં ઇમરાન અને ગુરૂની સાથે જ પહેલીવાર આ ફિલ્મની હિરોઇન શ્રેયા ધનવંતરી પણ નાચતી જોવા મળી રહી છે. આ ગીતને કંપોઝ પણ ગુરૂ રંધાવાએ કર્યું છે, જ્યારે તેને ડાયરેક્ટ કર્યું છે નિતિન પરમારે. આ ગીતને સાંભળીને તમે તમારા પગ ડોલવા લાગશે.
ઇમરાન આ ફિલ્મમાં રાકેશ સિંહના પાત્રમાં જોવા મળશે. થોડા સમય પહેલાં રિલીઝ થયેલી આ ફિલ્મના ટ્રેલરમાં ઇમરાન કહેતા જોવા મળે છે, 'ઉપર વાલા દુઆ કુબૂલ કરે છે, મૈં સિર્ફ કૈશ લેતા હૂં.' ફિલ્મમાં ઇમરાન એક એવા વ્યક્તિનું પાત્ર ભજવી રહ્યો છે જે પરીક્ષાઓમાં અમીર વિદ્યાર્થીઓને પાસ કરાવવા માટે તેમની જગ્યાએ હોશિયાર વિદ્યાર્થીઓને પરીક્ષા આપવા મોકલે છે અને આ કામના પૈસા લે છે. જોકે આ ફિલ્મ શિક્ષણા ક્ષેત્રમાં ચીટિંગ અને ખોટી રીતે પરીક્ષા આપવાના વિષય પર બનાવવામાં આવી છે.
આ ફિલ્મની ટેગ લાઇન છે, 'નકલ મેં ભી અક્લ હૈ.' આ ફિલ્મનું પ્રોડક્શન ભૂષણ કુમારની ટી-સીરીઝ કંપની, તનુજ ગર્ગ અને અતુલ કાસ્બેકરની એલિપસિસ એંટરટેનમેંટ અને ઇમરાન હાશ્મી ફિલ્મ્સ કરી રહ્યા છે. આ ફિલ્મ આગામી વર્ષે 25 જાન્યુઆરીના રોજ રિલીઝ થઇ રહી છે. એટલે કે ઇમરાનની ચીટ ઇંડિયાને કંગના રણાવતની મણિકર્ણિકા: ધ ક્વીન ઓફ ઝાંસે' સાથે બોક્સ ઓફિસ પર ટકરાશે.