મુંબઇ: ફિલ્મ 'વ્હાઇ ચીટ ઇંડિયા'થી પ્રોડ્ક્શનની દુનિયામાં આવેલા એક્ટર ઇમરાન હાશમી આ ફિલ્મ દ્વારા લોકોને એજ્યુકેશન્સ સિસ્ટમના દોષથી રૂબરૂ કરવા માંગે છે. ઇમરાન હાશમીએ પોતાના અભ્યાસના સમયે સિસ્ટમના ઘણા શોર્ટકમિંગ્સને સહન કર્યા છે અને તેમનું માનવું છે કે આવી ફિલ્મ આજના સમય માટે ખૂબ રેલેવેંટ હશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ વિશે ઝી મીડિયા સાથે વાત કરતાં ઇમરાન હાશમીએ કહ્યું હતું કે ''હું ઇચ્છતો હતો કે ઓડિયંસને એજ્યુકેશન સિસ્ટમના ફોલ્ટ્સ ખબર પડે. હું પોતે સહન કરી ચૂક્યો છું. સ્કૂલમાં ગોખણપટ્ટી કરવી, ખોટા કારણથી મારું કોમર્સમાં જવું, તમે શું કરવા માંગો છો તેની ક્લેરિટી ન હોવી. સ્કૂલ અને કોલેજમાં ચીટિંગ થાય છે. આ આપણા દેશમાં દરેક જગ્યાએ થાય છે. મને લાગે છે કે પ્રોડ્યૂસર તરીકે મારે આ ફિલ્મમાં બતાવવું જોઇએ. આ ખૂબ રિલેવેંટ ફિલ્મ છે. 


આવી ફિલ્મો દ્વારા લોકોમાં અવેરનેસ આવશે અને આ જ પરિવર્તનનો પ્રથમ પડાવ પણ છે. ઘણા પેરેંટ્સને એજ્યુકેશન સિસ્ટમની આ ખામીઓ વિશે કાંતો ખબર નથી અથવા તો જાણવા માંગતા નથી. ઇમરાને જણાવે છે કે ''જે લોકો આ વાતની ખબર નથી, તેમને ફિલ્મના માધ્યમથી ખબર પડશે. પેરેંટ્સને ખબર નથી કે એવી વસ્તુઓ થઇ રહી છે. શું ચાલી રહ્યું છે તેનો ખુલાસો થશે તો વાત આગળ વધશે, રિફોર્મ્સ આવશે, પરિવર્તન આવશે.''


તાજેતરમાં જ આ ફિલ્મનું ટાઇટલ બદલીને 'ચીટ ઇન્ડિયા'થી 'વ્હાઇ ચીટ ઇન્ડિયા' કરી દેવામાં આવ્યું. નવા નવા પ્રોડ્યુસર બનેલા ઇમરાન હાશમી પ્રમોશન્સ દરમિયાન પોતાની એક્ટરની ભૂમિકા ભજવવાની સાથે-સાથે પ્રોડ્યુસરના કામમાં પણ ખૂબ વધુ વ્યસ્ત થઇ ગયા છે. ઇમરાન કહે છે કે 'આવી વસ્તુઓના લીધે, પ્રોડ્યૂસર્સ પર થોડો સ્ટ્રેસ આવી જાય છે. જ્યારે એક અઠવાડિયા પહેલાં તમારી ફિલ્મનું ટાઇટલ ચેંજ થાય તો બાકીની વસ્તુઓ માટે સમય નિકાળવો પડે છે, જેમ કે નવા પોસ્ટર્સ બનાવવા, બેનર્સ અને સ્ટેંડ્સમાં ફેરફાર કરવા.' 


ટાઇટલ ચેંજ કર્યા બાદ પણ ઇમરાન પોતાની ફિલ્મને લઇને ખૂબ કોફિડેંટ છે. તેમનું માનવું છે કે જો લોકોને પ્રોમો પસંદ આવ્યો છે તો ફિલ્મ જોવા જરૂર જશે, પછી ભલે ફિલ્મનું ના 'ચીટ ઇંડિયા' હોય કે 'વ્હાઇ ચીટ ઇંડિયા''. આ ફિલ્મ 18 જાન્યુઆરીના રોજ થિયેટરમાં રિલીઝ થશે.