અભિનેત્રી Jacqueline Fernandez ની મુશ્કેલીમાં વધારો, ઈડીએ 8 ડિસેમ્બરે હાજર થવાનું કહ્યું
મની લોન્ડ્રિંગ કેસમાં ઈડીએ બોલીવુડ અભિનેત્રી જેક્લીન ફર્નાન્ડિઝને સમન્સ પાઠવ્યું છે. જેક્લીનને પૂછપરછ માટે 8 ડિસેમ્બરે દિલ્હી હાજર થવાનું કહ્યું છે.
નવી દિલ્હીઃ અભિનેત્રી જેક્લીન ફર્નાન્ડિઝ (Jacqueline Fernandez) ને એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) એ પૂછપરછ માટે સમન્સ મોકલ્યું છે. ઈડીએ તેને 8 ડિસેમ્બરે દિલ્હી સ્થિત ડિરેક્ટોરેટની સામે રજૂ થવા માટે કહ્યું છે. આ પહેલા રવિવારે ઈડીએ જેકલીન ફર્નાન્ડિઝને મુંબઈ એરપોર્ટ પર વિદેશ જતા રોકી લીધી હતી.
અધિકારીઓએ જણાવ્યું કે, એજન્સીએ તેને કથિત ઠગ સુકેશ ચંદ્રશેખર અને અન્ય વિુદ્ધ ચાલી રહેલા મની લોન્ડ્રિંગ કેસની તપાસમાં સામેલ થવાની સંભાવનાને કારણે એરપોર્ટ પર રોકવામાં આવી છે. જાણવા મળ્યું કે જેકલીન દુબઈ કે મસ્કટ જઈ રહી હતી અને તેને રોકી લીધા બાદ તે એરપોર્ટથી પરત જતી રહી હતી.
KBCમાં પહોંચ્યા 'તારક મહેતા'ના પોપટલાલ, લગ્ન અંગે અમિતાભ બચ્ચન સાથે કરી એવી વાત...!
ચાર્જશીટમાં દાવો કરવામાં આવ્યો છે કે ચંદ્રશેખરે અભિનેત્રીને ઘણી મોંઘી ભેટ આપી હતી. ચંદ્રશેખર પર ફોર્ટિસ હેલ્થકેરના ભૂતપૂર્વ પ્રમોટર શિવિન્દર મોહન સિંહની પત્ની અદિતિ સિંહ જેવા કેટલાક પ્રભાવશાળી લોકો સાથે છેતરપિંડી કરવાનો આરોપ છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube