નવી દિલ્હી : ફિલ્મ ડાયરેક્ટર રામ ગોપાલ વર્મા (Ram Gopal Varma) આ દિવસોમાં પોતાની આગામી ફિલ્મ એન્ટર ધ ગર્લ ડ્રેગન ને (Enter The Girl Dragon) લઇને વ્યસ્ત છે. આ ફિલ્મનું ટીઝર પણ તાજેતરમાં જ રિલીઝ થયું છે. જેમાં પૂજા ભાલેકર (Pooja Bhalekar) લીડ એક્ટ્રેસના રૂપમાં નજર આવી રહી છે. હવે ગર્લ ડ્રેગન પૂજા ભાલેકરનો એક વીડિયો સોશિયલ મીડિયા પર તેજીથી વાયરલ થઇ રહ્યો છે. જેને રામ ગોપાલ વર્માએ જ પોતાની યૂટ્યૂબ ચેનલ પર શેયર કર્યો છે. પૂજા ભાલેકરનો માર્શલ આર્ટ ટ્રેનિંગનો છે. જે જોઇને તમે પણ દંગ રહી જશો. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

રામગોપાલ વર્માએ આ વીડિયો અંદાજે એક દિવસ પહેલા જ અપલોડ કર્યો છે. જેને અત્યાર સુધી લાખો લોકો જોઇ ચૂક્યા છે. વીડિયો જોઇ પૂજાના ઘણા વખાણ થઇ રહ્યા છે. ઘણા લાંબા સમય બાદ મોટા પરદા પર પરત ફરી રહેલા રામગોપાલ વર્મા આ વખતે માર્શલ આપ્ટ ફિલ્મ સાથે કમબેક કરી રહ્યા છે. જે એક્શનથી ભરપૂર છે. ફિલ્મમાં પૂજા ફિમેલ લીડ ભૂમિકામાં છે જે એક્શન સીન કરતી દેખાય છે. 


મનોરંજનના લેટેસ્ટ ન્યૂઝ જાણવા અહીં ક્લિક કરો