નવી દિલ્હીઃ ફિલ્મ બોર્ડરમાં સુનિલ શેટ્ટીનું પાત્ર જેના પરથી પ્રેરિત હતું તે BSFના રિયલ લાઈફ સોલ્જર નાયક ભૈરોં સિંહ રાઠોરનું નિધન થયું છે. તેઓ 1971ના ભારત-પાકિસ્તાન યુદ્ધના નાયક હતા. જેમના નિધન બાદ લોકો શ્રદ્ધાંજલિ આપી રહ્યા છે. ફિલ્મ બોર્ડરના સૌથી વધુ લોકપ્રિય થયેલા પાત્રોમાંથી એક છે સુનિલ શેટ્ટીનું. આ ફિલ્મમાં તેનું પાત્ર રિયલ લાઈફ હીરો નાયક (રિટાયર્ડ) ભૈરોં સિંહ પર આધારિત હતું. જેમનું સોમવારે જોધપુરમાં નિધન થયું છે. 1971ના ભારત-પાકિસ્તાન યુદ્ધમાં વીરતા બતાવવા બદલ ભૈરોં સિંહને મેડલ આપવામાં આવ્યો હતો. તેમનું 81 વર્ષની વયે નિધન થયું. હાલમાં જ વિજય દિવસ પર પ્રધાનમંત્રીએ ફોન કરીને તેમના ખબર પુછ્યા હતા. પરંતુ હવે તેઓ ઈતિહાસ થઈ ગયા છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

 



 


સોમવારે તેમણે જોધપુર એઈમ્સમાં અંતિમ શ્વાસ લીધા. ભૈરોં સિંહ વર્ષ 1987માં બીએસએફમાંથી સેવા નિવૃત થયા હતા. તેમને સ્વાસ્થ્ય સંબંધી સમસ્યાઓના કારણે હૉસ્પિટલમાં એડમિટ કરવામાં આવ્યા હતા. 1971ના યુદ્ધ સમયે તેમણે લોંગેવાલા બોર્ડર પર અસાધારણ પરાક્રમ કરીને બતાવ્યું હતું. જેના પરથી જ ફિલ્મમાં સુનિલ શેટ્ટીનો કિરદાર લખવામાં આવ્યો હતો.


સુનિલ શેટ્ટીએ આપી શ્રદ્ધાંજલિ-
BSFના હીરોના નિધન પર શોક વ્યક્ત કરતા સુનિલ શેટ્ટીએ ઑફિશિયલ ટ્વિટર હેન્ડલ પરથી લખ્યું કે,'DG, BSF અને તમામ રેંક, 1971ના યુદ્ધમાં લોંગેવાલા લડાઈના હીરો, નાયક (રિટાયર્ડ) ભૈરોં સિંહ રાઠોડ, સેના મેડલના નિધન પર શોક વ્યક્ત કરીએ છે. BSF તેમના નિડર પરાક્રમ, સાહસ અને તેમની કર્તવ્ય નિષ્ઠાને સલામ કરે છે. મુશ્કેલીના સમયમાં અમે તેમના પરિવારની સાથે છે.'


 



સુનિલ શેટ્ટીએ BSFની પોસ્ટને શેર કરતા લખ્યું કે, 'રેસ્ટ ઈન પાવર નાયક ભૈરોં સિંહ જી. પરિવાર માટે શાંત્વના'. આ સાથે રિયલ લાઈફ હીરો એવા આ જવાનના નિધન પર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રી અમિત શાહે પર શ્રદ્ધાંજલિ આપી. ઉલ્લેખનીય છેકે, બોર્ડર ફિલ્મમાં જોકે, ભૈરોં સિંહના પાત્રને શહીદ થયા હોવાનું દર્શાવાય છે, પરંતુ રિયલ લાઈફમાં ગઈકાલે 19 ડિસેમ્બરને 2022ના રોજ તેમનું નિધન થયું હતું.