Entertainment News: તમને ભરોસો નહીં થાય પણ ઓમ પુરીની પત્ની નંદિતા પુરીએ પોતાના પુસ્તકમાં ઓમપુરીના 2 નોકરાણીઓ સાથેના સંબંધો અંગે દાવો કર્યો હતો, જેના પર ઓમ પુરીએ સખત નારાજગી વ્યક્ત કરી હતી. ઓમ પુરીએ આ દાવાઓને સનસનાટીભર્યા ગણાવીને કહ્યું હતું કે નંદિતાએ અંગત જીવનની પળોને સાર્વજનિક કરીને તેમનું અપમાન કર્યું હોવાનું જણાવ્યું હતું. જોકે, તેમને શારીરિક સંબંધો નહોતા એવું ક્યારેય કહ્યું નથી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ઓમ પુરી બોલિવૂડના તે કલાકારોમાંથી એક  છે જેમના અભિનયથી અન્ય કલાકારોની પ્રેરણા મળી હતી. આજે તેઓ દુનિયામાં નથી. 2017માં કાર્ડિયાક અરેસ્ટથી તેમનું અવસાન થયું હતું. જો તેઓ આજે જીવતા હોત તો તેઓ 74 વર્ષના થયા હોત. 18 ઓક્ટોબર 1950ના રોજ અંબાલામાં જન્મેલા ઓમ પુરીએ ફિલ્મોમાં કામ કરીને ઘણી ખ્યાતિ મેળવી હતી. પરંતુ વિવાદો સાથે પણ તેમનો ઊંડો સંબંધ રહ્યો હતો. ઉદાહરણ તરીકે એવો દાવો કરવામાં આવ્યો છે કે તેમના પોતાના ઘરની બે નોકરાણીઓ સાથે અફેર હતા અને આ દાવો અન્ય કોઈએ નહીં પણ તેમની પત્ની નંદિતાએ તેમના પુસ્તકમાં કર્યો છે.


પતિ ઓમ પુરી વિશે શું છે નંદિતા પુરીનો દાવો?
ખરેખર, નંદિતા પુરી વ્યવસાયે પત્રકાર છે અને તેમણે ઓમ પુરી પર બાયોગ્રાફી લખી છે. આ પુસ્તકનું શીર્ષક 'અનલાઈકલી હીરોઃ ધ સ્ટોરી ઓફ ઓમ પુરી' છે. પુસ્તકમાં નંદિતાએ ઓમ પુરીના શારીરિક સંબંધોનો પણ દાવો કર્યો છે. નંદિતાએ દાવો કર્યો છે કે જ્યારે ઓમ પુરી 14 વર્ષના હતા ત્યારે તેમણે ઘરની નોકરાણી સાથે શારીરિક સંબંધો હતા. આટલું જ નહીં, નંદિતાએ એવો પણ દાવો કર્યો છે કે ઓમ પુરીના ઘરની અન્ય નોકરાણી લક્ષ્મી સાથે પણ લાંબા સમયથી શારીરિક સંબંધ રહયાં હતા. ખાસ વાત એ છે કે નંદિતાના કહેવા પ્રમાણે, આ બધું તેમને ઓમ પુરીએ પોતે કહ્યું હતું. જો કે, જ્યારે બાયોગ્રાફી બહાર આવી ત્યારે ઓમ પુરીએ આ દાવાઓ પર સફાઈ આપી નંદિતા પર આકરા પ્રહારો કર્યા હતા.


નંદિતાના દાવા અંગે ઓમ પુરીએ શું કહ્યું?
2009માં જ્યારે બાયોગ્રાફી 'અનલાઈકલી હીરોઃ ધ સ્ટોરી ઓફ ઓમ પુરી' બહાર આવી ત્યારે મીડિયાએ તેમના જાતીય સંબંધો અંગે કરેલા દાવાઓને હાઈલાઈટ કર્યા. આનાથી ઓમ પુરી ગુસ્સે થયા હતા. ટાઈમ્સ ઓફ ઈન્ડિયા સાથેની વાતચીતમાં તેણે કહ્યું હતું કે, "આ ખુલાસાઓથી હું ચોંકી ગયો હતો. આ બેહદ ઘટિયા છે. તેને મારા સેક્સ્યુઅલ એન્કાઉન્ટર્સ વિશે એવી રીતે વાત કરી કે જાણે તે મારી સૌથી મોટી ઉપલબ્ધિ હોય."


ઓમ પુરીએ પત્ની નંદિતા પર આકરા પ્રહારો કર્યા હતા-
ઓમ પુરીએ ગુસ્સામાં આગળ કહ્યું હતું કે, "મારી પત્નીએ મારા જીવનના સૌથી મહત્વપૂર્ણ અને પવિત્ર ભાગને સસ્તી અને અભદ્ર ગપસપમાં ફેરવી દીધો. મેં મારી પત્ની સાથે આ ડાર્ક સિક્રેટ શેર કર્યા, જેમ કે દરેક પતિ કરે છે. જો તેણે તેને જાહેર કરવાનું નક્કી કર્યું તો ઓછામાં ઓછું તેણે એ ધ્યાન રાખવાની જરૂર હતી કે આજે જે મારું સ્ટેટસ છે એ ઘણી મહેનત બાદ મેળવ્યું છે. 


ઓમ પુરીને લક્ષ્મી સાથેના તેમના સંબંધોના ઘટસ્ફોટ સામે સખત વાંધો હતો-
આ વાતચીતમાં ઓમ પુરીએ તેમની નોકરાણી લક્ષ્મી વિશે વાત કરી અને તેમને તેમના જીવનની સૌથી મહત્વપૂર્ણ મહિલાઓમાંની એક ગણાવી. તેમણે કહ્યું, "જે મહિલા વિશે નંદિતાએ આટલી અપમાનજનક રીતે કહી છે, તેણે મને અને મારા ભાઈના અનાથો બાળકોનો ઉછેર કર્યો હતો. તે અદ્ભુત મહિલા સાથેનો મારો સંબંધ એ મારી શ્રદ્ધાંજલિ હતી. તેણે મારી બિનશરતી વફાદારી સાથે સંભાળ રાખી હતી." ઓમ પુરીએ લક્ષ્મી સાથે સેક્સ માણ્યું હોવાનું કબૂલ્યું હતું, પરંતુ તેણે એમ પણ કહ્યું હતું કે આ કોઈ ઘટિયા અનુભવ નહોતો. તેમને વાંધો એ બાબતનો હતો કે આ સંવેદનશીલ ક્ષણોને શા માટે તમાશો બનાવવામાં આવે છે."


આ વાતનો ખુલાસો કરતી વખતે નંદિતાએ ઓમ પુરીને અટકાવ્યા-
2024માં સિદ્ધાર્થ કન્નન સાથેની વાતચીતમાં નંદિતા પુરીએ દાવો કર્યો હતો કે જ્યારે ઓમ પુરી તેમને નોકરાણીના ભાગ વિશે કહી રહ્યા હતા ત્યારે તેમણે તેમને અટકાવ્યા હતા. નંદિતાએ કહ્યું હતું કે, "જ્યારે હું તેમનો ઈન્ટરવ્યુ લઈ રહી હતી ત્યારે મારો દીકરો ઘણો નાનો હતો. મેં તેમને કહ્યું કે તમે નોકરાણીના એપિસોડ વિશે ખુલીને વાત કરો છો તે સારું નથી. આના પર ઓમે કહ્યું હતું કે, 'કેમ? તું પાખંડી બની રહી છે? હું કોઈ સંબંધમાં ન હતો. મેં કહ્યું, 'હા, પણ મારે એક દીકરો પણ છે.' આના પર તેમનો જવાબ હતો, 'ના, તેણે પણ સત્ય જાણવું જરૂરી છે.'


ઓમ પુરી-નંદિતાના લગ્ન 1993માં થયા હતા-
ઓમ પુરીના પ્રથમ લગ્ન 1991માં અન્નુ કપૂરની બહેન સીમા કપૂર સાથે થયા હતા, પરંતુ તેઓ આઠ મહિના પછી અલગ થઈ ગયા હતા. 1993માં ઓમ પુરીએ પત્રકાર નંદિતા સાથે બીજા લગ્ન કર્યા, તેમને ઈશાન નામનો પુત્ર છે. 2013માં નંદિતાએ ઓમ પુરી વિરુદ્ધ ઘરેલુ હિંસાનો કેસ દાખલ કર્યો હતો અને તેઓ અલગ થઈ ગયા હતા.