એક C ગ્રેડ ફિલ્મની હીરોઈન કઈ રીતે બની ગઈ સંજુબાબાની વાઈફ? જાણો દત્ત પરિવારની વહુની કહાની
માન્યતાએ ઈન્ડસ્ટ્રીમાં સના ખાનના નામે પગ મુક્યો હતો. કહેવામાં આવે છે કે માન્યતા ઈન્ડસ્ટ્રીમાં પગ જમાવવાના પ્રયત્નો કરી રહી હતી અને તેમના પિતાનું નિધન થઈ ગયું. અને તેમના બિઝનેસની બધી જવાબદારી માન્યતા પર આવી ગઈ હતી.
નવી દિલ્હીઃ સંજય દત્તની પત્ની માન્યતા દત્તને આજે કોઈ પણ ઓળખાણની જરૂર નથી. માન્યતા એભિનેત્રી તરીકે પોતાની જાતને સાબિત ના કરી શકી પણ આજે તેમની લોકપ્રિયતા કોઈ અભિનેત્રીથી ઓછી નથી. બૉલીવુડ અભિનેતા સંજય દત્તને આખી દુનિયા જાણે છે. પણ તેમની પત્ની માન્યતાની લોકપ્રિયતા કોઈ અભિનેત્રીથી ઓછી નથી. ક્યારેક દિલનવાઝ શેખ તો ક્યારેક સના ખાનન નામ પર માન્યતાએ લોકોનું ધ્યાન ખેંચ્યું છે. મોટા ભાગે માન્યતાને સંજય દત્ત અને તેમના બાળકો સાથે જોવા મળતા હોય છે. આજે માન્યતાની બધી જ અદાઓ પર લોકો પોતાનું દિલ આપીને બેઠા હતા. માન્યતા ઈન્ડસ્ટ્રીમાં એક અભિનેત્રી તરીકે ઓળખાવવા માગતી હતી.
ખુબ ઓછા લોકો જાણે છે કે માન્યતા સંજય દત્ત પ્રોડક્શન્સની CEO છે. માન્યતા સંજય દત્તનું બધુ જ કામ સંભાળે છે. માન્યતાનો જન્મ 22 જુલાઈ 1978માં એક મુસ્લિમ પરિવારમાં થયો છે. તેમના પિતા દુબઈમાં વેપારી હતા. માન્યતાનો ઉછેર પણ દુબઈમાં થયો છે. માન્યતા બૉલીવુડમાં નસીબ આજમાવવામાં આવી હતી.
માન્યતાએ ઈન્ડસ્ટ્રીમાં સના ખાનના નામે પગ મુક્યો હતો. કહેવામાં આવે છે કે માન્યતા ઈન્ડસ્ટ્રીમાં પગ જમાવવાના પ્રયત્નો કરી રહી હતી અને તેમના પિતાનું નિધન થઈ ગયું. અને તેમના બિઝનેસની બધી જવાબદારી માન્યતા પર આવી ગઈ હતી. પોતાના કરિયરથી બ્રેક લઈને માન્યતાએ પિતાના બિઝનેસ પર ફોકસ કરવાનું શરૂ કર્યું. માન્યતા ફિલ્મોમાં નામ તો કમાવા માગતી હતી પણ તેઓને કોઈ મોટી ફિલ્મ ઓફર નહોતી થઈ. તેવામાં માન્યતા બી અને સી ગ્રેડ ફિલ્મોમાં કામ કરવા લાગી હતી.
માન્યતાને ઈન્ડસ્ટ્રીમાં પહેલી વખત ઓળખ પ્રકાશ ઝાની ફિલ્મ ગંગાજળમાં એક આઈટમ નંબરથી મળી. તેમને લાગ્યું હતું કે આના પછી તેઓને જરૂરથી બીજી સારી ઓફર્સ મળશે. પરંતુ એવુ કંઈજ ના થયું. સંજય દત્તની એન્ટ્રીથી માન્યતાની જાણે જીંદગી બદલાઈ ગઈ. બંનેને એક બીજા સાથે પ્રેમ થઈ ગયો છે તે વાતનો અંદાજો લાંબા સમય પછી થયો.
સંજય દત્તે માન્યતાની એક સી ગ્રેડ ફિલ્મના અધિકાર 20 લાખ રૂપિયામાં ખરીદી લીધા છે. આ દરમિયાન સંજય દત્ત અને માન્યતાની પહેલી મુલાકાત થઈ હતી. એ દરમિયાન સંજય દત્ત એક જુનિયર આર્ટિસટ નાડિયા દૂરાની સાથે રિલેશનશીપમાં હતા. એક મુલાકાત પછી જ માન્યતા સંજય દત્તને મળવા લાગી હતી. કેટલીક વખત માન્યતા સંજય દત્તને જમાડતી પણ હતી. ધીરે ધીરે બંને નજીક આવતા ગયા અને 7 ફેબ્રુઆરી 2008ના રોજ લગ્ન કરી લીધા.