નવી દિલ્હીઃ ફેમ એકટર મોહિત રૈના લાંબા સમયથી ગાયબ હતો. અચાનક ચર્ચામાં આવીને તેણે ભૂકંપ મચાવી દીધો હતો. મોહિત રૈનાએ વર્ષ 2022ની શરૂઆતમાં જ લગ્ન કર્યા હતા. ગર્લફ્રેન્ડ અદિતી શર્મા સાથે સાત ફેરા ફરી લીધા હતા. લગ્નની અનેક તસવીરો શેર કરી હતી. પરંતુ હવે અભિનેતાએ લગ્નની બધી તસવીરો ડિલીટ કરી દીધી છે. તેના ઈન્સ્ટાગ્રામ પર અદિતી શર્માની સાથે લગ્નની કોઈ તસવીર નથી. હવે એવામાં સવાલ ઉભો થઈ રહ્યો છે કે શું બંને વચ્ચે બધું બરાબર ચાલી રહ્યું છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

મોહિત રૈનાએ જાન્યુઆરી 2022માં કર્યા હતા લગ્ન:
દેવો કે દેવ મહાદેવ ફેમ મોહિત રૈનાએ ઈન્સ્ટાગ્રામ પર પોતાના ફોટોસ શેર કરીને લગ્નની જાહેરાત કરી હતી.


અદિતી શર્મા સાથે લગ્ન કર્યા
મોહિત રૈનાએ પોતાની ગર્લફ્રેન્ડ અદિતી શર્માની સાથે 1 જાન્યુઆરી 2022ના રોજ લગ્ન કર્યા હતા. એક્ટરે જણાવ્યું હતું કે તેણે શોર્ટ નોટિસમાં આ બધું કર્યુ છે.


મોહિતની પત્ની સાથે એકમાત્ર તસવીર:
મોહિત રૈનાએ ઈન્સ્ટાગ્રામ પર પત્ની અદિતીની સાથે એક ફોટો અને વીડિયો શેર કર્યો હતો. જે જુલાઈ 2022માં પોસ્ટ કરવામાં આવ્યો હતો.


મોહિત રૈનાએ બધા ફોટો ડિલીટ કરી દીધા:
મોહિત રૈનાએ લગ્નની તસવીરોને ઈન્સ્ટાગ્રામમાં શેર કરી હતી. પરંતુ હવે તેને ડિલીટ કરી દીધી છે. એટલું જ નહીં સમાચાર એ પણ છે કે બંને એકબીજાને ફોલો પણ કરી રહ્યા નથી. જેના કારણે હવે લોકો કારણ પૂછી રહ્યા છે.


મોહિત રૈના અને અદિતીની મુલાકાત:
મોહિત રૈનાએ પોતાની પર્સનલ લાઈફને હંમેશા પ્રાઈવેટ જ રાખી છે. તેણે એક ઈન્ટરવ્યૂમાં જણાવ્યું હતું કે અદિતી સાથે મુલાકાત એક દોસ્ત દ્વારા થઈ હતી. ત્યારથી તેમની વચ્ચે વાતચીત શરૂ થઈ હતી. મોહિત રૈનાએ હાલમાં એક પોસ્ટ કરી છે. જેમાં તે પ્લેનમાં બેસેલો છે અને કેપ્શનમાં લખ્યું છે નવી શરૂઆત. હવે તેનો અર્થ શું છે તે તો મોહિત જ જાણે. પરંતુ તેની આ પોસ્ટથી અનેક અટકળો ચાલી રહી છે.