ઝી બ્યૂરો, અમદાવાદઃ એક એવી અભિનેત્રી જેનું સિલેક્શન ઘણી ફિલ્મોમાં હીરો કરતા પહેલાં જ કરી લેવામાં આવતુ હતું. એ દૌરમાં આ અભિનેત્રી હિન્દી સિનેમામાં સૌથી વધારે ફી પણ વસુલતી હતી. અચ્છા ભલા હીરો તેની સામે ભરતા હતા પાણી. આ અભિનેત્રી બીજુ કોઈ નહીં પણ પરવીન બાબી છે. દીવાર, અમર અકબર એન્થની, શાન અને નમક હલાલ જેવી અનેક સુપરહિટ ફિલ્મોમાં બોલીવુડના મહાનાયક અમિતાભ બચ્ચન સાથે કરી ચુકી છે કામ. પણ શું તમે જાણો છોકે, આ અભિનેત્રીનું ગુજરાત અને અમદાવાદ સાથે ખાસ કનેક્શન છે. એક સમયે અમદાવાદના લાલ દરવાજાથી લઈને લો ગાર્ડન સુધીના વિસ્તારમાં આટાંફેરા કરતી હતી આ અભિનેત્રી. બોલિવૂડની સૌથી વધુ ફી લેનારી અભિનેત્રી પરવીન બાબીની કહાની દિલને હચમચાવી દે તેવી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

કેમ નગ્ન હાલતમાં રસ્તા પર દોડી હતી આ હીરોઈન?
પરવીન બાબી બીમાર હતી ત્યારે તેની ખબર કાઢવા માટે તેની એક સમયના પ્રેમી મહેશ ભટ્ટ તેના ઘરે આવ્યાં હતાં. મહેશ ભટ્ટ તેની કોઈ વાતે નારાજ થઈને ત્યાંથી જઈ રહ્યાં હતાં. ત્યારે એક પણ વસ્ત્ર પહેર્યા વિના સાવ નગ્ન હાલતમાં મહેશભટ્ટની પાછળ રસ્તા પર દોડી આવી હતી એક સમયની સૌથી હોટ અને હિટ અભિનેત્રી પરવીન બાબી. આ કિસ્સો મુંબઈનો જ છે.


ગુજરાતના નવાબ પરિવારમાં જન્મઃ
પરવીન બોબીનો જન્મ ગુજરાતના જૂનાગઢ જિલ્લામાં થયો હતો. પરવીન બાબી એક સદ્ધર પરિવારમાંથી આવતી હતી. તેણે પોતાના અભ્યાસ પણ હાઈફાઈ લેવલે કર્યો હતો. પરવીન બાબીનો જન્મ 4 એપ્રિલ 1949ના રોજ ગુજરાતના જૂનાગઢમાં મુસ્લિમ પરિવારમાં થયો હતો. પરવીન બાબીના પિતા વલી મોહમ્મદ બોબી જૂનાગઢમાં નવાબ હતા. પરવીન બાબી તેના માતા-પિતાનું એકમાત્ર સંતાન હતું. 


અભિનેત્રીનું અમદાવાદ સાથે ખાસ કનેક્શનઃ
અભિનેત્રી પરવીન બાબીનું પ્રારંભિક શિક્ષણ અમદાવાદની માઉન્ટ કાર્મેલ હાઈસ્કૂલમાંથી થયું હતું. હિસાબ કિતાબ તેને પસંદ નહતો તેથી તેણે કોમર્સ ન લીધું. સાયન્સમાં પણ તેને રસ નહોંતો જેથી તેણે અભ્યાસ માટે આટ્સની પસંદગી કરી. તેણે અમદાવાદની સેન્ટ ઝેવિયર્સ કોલેજમાંથી અંગ્રેજીમાં ગ્રેજ્યુએશન કર્યું હતું. એટલું જ નહીં તે સમયે ગુજરાત યુનિવર્સિટીથી નજીક આવેલી સેન્ટ ઝેવિયર્સ કોલેજમાં અભ્યાસ કરતા સમયે તે બીજા સ્ટુડન્ટની જેમ જ ત્યાં હરતી ફરતી હતી. તે સમયે તે ઘણીવાર લો ગાર્ડનથી લાલ દરવાજા સુધી પણ રોજ પોતાની કોલેજના મિત્રો સાથે આટાંફેરા કરતી હતી. જ્યાં તે પાણીપુરીથી માંડીને કિટલી પર કોફી પીવાનું પણ ચુકતી નહોંતી.


કરિયરની શરૂઆતઃ
પરવીન બાબીએ પોતાના કરિયરની શરૂઆત એક મોડલ તરીકે કરી હતી, ત્યારપછી તેને તેના જીવનની પહેલી ફિલ્મ ‘ચરિત્ર’ મળી હતી. જોકે, આ ફિલ્મ સંપૂર્ણ ફ્લોપ સાબિત થઈ હતી. આ ફિલ્મ પછી પરવીન બાબીને બીજી ઘણી ફિલ્મો મળી, જેમાંથી તેની સૌથી મોટી હિટ ફિલ્મ ‘મજબૂર’ હતી. આ ફિલ્મમાં તે અમિતાભ બચ્ચન સાથે જોવા મળી હતી. તે એક ગ્લેમરસ અભિનેત્રી રહી ચુકી છે અને તે પેશન આઇકોન તરીકે પણ જાણીતી હતી.


ટાઇમ મેગેઝીનના કવર ચમકનાર પહેલી બોલીવુડ સ્ટારઃ
તેણીના બોલિવૂડ ડેબ્યુના 2-3 વર્ષમાં, તેણીએ એટલી પ્રસિદ્ધિ મેળવી કે, તેણીને ટાઇમ મેગેઝીનના કવર પર દર્શાવવામાં આવી. ટાઇમ મેગેઝીનના કવર પર જોવા મળેલી તે પ્રથમ બોલિવૂડ સ્ટાર હતી. પરવીન બાબીનું સ્ટારડમ અને જાદુ લોકો અને નિર્માતા-નિર્દેશકના પર પાથરી દેતા હતા. દરેક જણ તેને પોતાની ફિલ્મોમાં કાસ્ટ કરવા માંગતા હતા.


અમિતાભ સાથે જામતી હતી તેની જોડીઃ
અમિતાભ બચ્ચન સાથે ઘણી ફિલ્મો કરી. જેમાં સુહાગ, મજબૂર, દીવાર, દેશપ્રેમી, નમક હલાલ, કાલા પથ્થર, કાલિયા અને અમર અકબર એન્થની જેવી ફિલ્મોનો સમાવેશ થાય છે. અમિતાભ સાથે પરવીનની જોડી હિટ ગણાતી હતી. પરવીન બાબી એક એવી અભિનેત્રી હતી જેણે અમિતાભ સિવાય શશી કપૂર, ધર્મેન્દ્ર, રાજેશ ખન્ના, વિનોદ ખન્ના, રૂષિ કપૂર અને પીરોજ ખાન જેવા તે યુગના તમામ મુખ્ય એક્ટરો સાથે કામ કર્યું હતું.


પ્રેમમાં નિષ્ફળતાઃ
પરવીન બોબીની અમિતાભ સાથે ની જોડી સ્ક્રીન પર ખુબ જામતી હતી. લોકોનું કહેવું હતુંકે, અમિતાભ અને તેની વચ્ચે કંઈક ચક્કર પણ ચાલે છે. જોકે, ક્યારેય આ વાતની પુષ્ટી થઈ શકી નહોતી. આ સિવાય જે વાત જમાનાની સામે હતી એમાં તેની ત્રણ પ્રેમ કહાની રહી છે. જેમાં સૌથી પહેલાં બોલીવુડના નામચીન વિલન ડેની ડેંઝોપા સાથે તેના સંબંધો હતાં. પરવીન અને ડેની એકમેકના ગળાડૂબ પ્રેમમાં હતાં. પછી અમિતાભ સાથેની ડેનીની દોસ્તીને કારણે બન્નેનું બ્રેકઅપ થઈ ગયું. ત્યારબાદ કિરણબેદી સાથે તેનો પ્રેમ સંબંધ ચાલ્યો. અને છેલ્લે બોલીવુડના દિગ્ગજ ડિરેક્ટર મહેશ ભટ્ટ સાથોનો તેને પ્રેમસંબંધ હંમેશા ચર્ચામાં રહેશે.


કઈ રીતે થયું હતું મોતઃ
બોલિવૂડની ઘણી હિરોઈનો આજે પણ પરવીન બાબીની કારકિર્દીનું સપનું જુએ છે. પરંતુ એક્ટ્રેસના કરિયરના શિખર જોયા બાદ તે 1983માં અચાનક ફિલ્મોમાંથી ગાયબ થઈ ગઈ અને પછી એક દિવસ તે તેના ઘરમાં મૃત હાલતમાં મળી આવી. આજ સુધી અભિનેત્રીનું મૃત્યુ રહસ્ય જ રહ્યું છે. પરવીન બાબી પોતાના જીવનમાં આટલી ફિલ્મો કર્યા પછી પણ એકલવાયા હતા. તે મુંબઈમાં એકલી રહેતી હતી. 20 જાન્યુઆરી 2005ના રોજ અચાનક તેમનું અવસાન થયું. તેના પાડોશીઓએ જણાવ્યું હતું કે, તે ત્રણ દિવસથી અખબાર અને દૂધ લેવા માટે ઘરની બહાર નથી આવી, ત્યારબાદ તે તેના એપાર્ટમેન્ટમાં મૃત હાલતમાં મળી આવી હતી. મૃત્યુના કારણ વિશે વાત કરીએ તો, તેના અંગો નિષ્ફળ થઈ ગયા હોવાનું કહેવાય છે પરંતુ કેટલાક લોકોના જણાવ્યા અનુસાર તેણે આત્મહત્યા કરી લીધી હતી.


પરવીન સ્કિઝોફ્રેનિયાથી પીડિત હતી-
પરવીનને પેરાનોઈડ સ્કિઝોફ્રેનિયા નામનો અસાધ્ય રોગ હતો. આ બીમારીના કારણે તેને ક્યારેક લાગતું હતું કે અમિતાભ બચ્ચન તેને મારી નાખવા માંગે છે તો ક્યારેક તે કહેતી હતી કે અમિતાભના લોકોએ તેનું અપહરણ કર્યું છે. તેને આભાસ થતો હતો કે લોકો તેને મારવા માંગે છે અથવા તેની કારમાં બોમ્બ છે. ક્યારેક તે 6 વર્ષથી સેટ પરથી અચાનક ગાયબ થઈ જાય છે તો ક્યારેક સેટ પર હંગામો મચાવી દે છે. તેની વર્તણૂક એટલી ખરાબ થઈ ગઈ હતી કે એકવાર તે ન્યૂયોર્ક એરપોર્ટ પર પકડાઈ ગયો, સાંકળોથી બાંધીને માનસિક આશ્રયમાં મોકલવામાં આવ્યો. મહેશ ભટ્ટ પોતાની બીમારીની સારવાર કરાવવા માગતા હતા પરંતુ પરવીને જીદ કરીને તેને પોતાનાથી દૂર રાખ્યો હતો. એકલા રહેતાં પરવીનની હાલત વધુ ખરાબ થઈ ગઈ અને આખરે તે એકલતામાં મૃત્યુ પામી. જ્યારે કોઈ સંબંધી મૃતદેહનો દાવો કરવા આવ્યો ન હતો, ત્યારે મહેશ ભટ્ટે તેમના અંતિમ સંસ્કારની જવાબદારી લીધી, જેમાં મહેશના ભૂતપૂર્વ બોયફ્રેન્ડ ડેની અને કબીર બેદીએ પણ હાજરી આપી હતી.