SHARK TANK INDIA-2 ની ઈન્ડિયન આઈડલ સાથે કેમ થઈ તુલના? શું શાર્ક ટેંક બન્યા ડ્રામેબાજ?
SHARK TANK INDIA-2: શાર્ક ટેંક ઈન્ડિયાના પહેલાં સિઝનમાં સૌથી વધુ ચર્ચા અશનીર ગ્રોવરે પોતાના નામની કરી હતી. સોશિયલ મીડિયા પર તેઓ દરરોજ ટ્રેંડ કરતાં હતા. તેમના પર પણ ઘણા મીમ્સ વાયરલ થયા હતા. પરંતુ અશનીર ગ્રોવર શોના બીજા સિઝનમાં ભાગ નથી લીધો. જેના કારણે ફેન્સ નિરાશ છે.
નવી દિલ્હીઃ શાર્ક ઈન્ડિયા-2 શરૂ થતાંની સાથે જ સોશિયલ મીડિયા પર મીમ્સ વાયરલ થવાનું શરૂ થઈ ગયું છે. લોકો પોતાના ફીડબેક આપી રહ્યા છે. શોના જજ પણ અલગ અલગ કારણોથી ટ્રોલ થઈ રહ્યા છે. અમુક લોકો શોની જજ નમિતા થાપરના મેકઅપ બ્રાંડમાં ઈન્વેસ્ટ ન કરવાના નિર્ણયથી નાખુશ થયા. તો ઘણા લોકો અશ્નીર ગ્રોવરને શોમાં ન જોઈને મિસ કરી રહ્યા છે.
પોપ્યૂલર બિઝનેસ રિયાલિટી શો શાર્ક ટેંક ઈન્ડિયા-2ની નવી સિઝન આવી ગઈ છે. શાર્ક ટેંક ઈન્ડિયા શરૂ થતાં જ સોશિયલ મીડિયા પર મીમ્સ આવી રહ્યા છે. શોના જજ પણ અલગ અલગ કારણોથી ટ્રોલ થઈ રહ્યા છે. અમુક લોકો શોની જજ નમિતા થાપરના મેકઅપ બ્રાંડમાં ઈન્વેસ્ટ ન કરવાના નિર્ણયથી નાખુશ થયા.
શોમાં થઈ રહ્યો છે પક્ષપાત?
શોની શરૂઆતમાં શાર્ક ટેંક ઈન્ડિયાની લેડી જજ નમિતા થાપર સોશિયલ મીડિયા પર ખુબ જ ટ્રોલ થઈ હતી. શોના પહેલાં એપિસોડમાં એક મેકઅપ બ્રાંડે ખુબ સારી રીતે પીચ કર્યું હતું. તમામ જજ ઈમ્પ્રેસ દેખાયા પરંતુ નમિતા થાપરને તે પસંદ ન આવ્યું. તેમનું કહેવું હતું કે, આ મેકઅપ બ્રાંડ તેમની કો-જજ વિનીતા સિંહના મેકઅપ બ્રાંડ, શુગર કોસ્મેટિક્સને ટક્કર આપી શકે છે. લોકોએ તેમને ટ્રોલ કરીને કહ્યું કે, તેઓ ટેલેન્ટને જજ કરવાની જગ્યાએ મિત્રતાને મહત્વ આપે છે.
અશનીર ગ્રોવરને મિસ કરી રહ્યા છે લોકો?
શાર્ક ટેંક ઈન્ડિયાના પહેલાં સિઝનમાં સૌથી વધુ ચર્ચા અશનીર ગ્રોવરે પોતાના નામની કરી હતી. સોશિયલ મીડિયા પર તેઓ દરરોજ ટ્રેંડ કરતાં હતા. તેમના પર પણ ઘણા મીમ્સ વાયરલ થયા હતા. પરંતુ અશનીર ગ્રોવર શોના બીજા સિઝનમાં ભાગ નથી લીધો. જેના કારણે ફેન્સ નિરાશ છે.
ઈન્ડિયન આઈડલ સાથે થઈ તુલના-
શાર્ક ટેંક ઈન્ડિયા-2મા જજ અનુપમ મિત્તલ શરૂઆતથી જ ખુબ જ ચર્ચામાં છે. શોના એક એપિસોડમાં તેઓ ખુબ જ ઈમોશનલ દેખાયા. એક કન્ટેસ્ટેંટની કહાની સાંભળ્યા બાદ તેમની દાદીની યાદ આવી ગઈ. તેમને દાદીને યાદ કરીને રોવા લાગ્યા.
શોમાં થઈ રહ્યો છે સાસુ-વહુનો ડ્રામા?
ઘણા લોકોનું એવું માનવું છે કે, અશનીર ગ્રોવરના શોમાં ન હોવાથી શાર્ક ટેંક ઈન્ડિયા સાસ-બહુનો ડ્રામા શો લાગી રહ્યો છે. અમુક યૂઝર્સનું કહેવું છે કે, આ વખતે શોમાં અમુક વધારે જ કહાનીઓ બતાવાઈ રહી છે. જેનાથી આ બિઝનેસ રિયલિટી શો ઓછો અને ડ્રામા વધુ લાગી રહ્યો છે.