`ટેલેન્ટમાં નહીં લોકોને સ્તન, નિતંબ, ફેસ અને ફિગરમાં રસ છે! મેં પણ મારા લૂકનો લાભ લીધો`
Zeenat Aman Reveals Truth: મોટાભાગના લોકો ટેલેન્ટને બદલે હીરોઈનના સ્તન, નિતંબ, ફેસ અને ફિગરમાં રસ ધરાવતા હોય છે. અને તેના આધારે જ તેમને ફિલ્મમાં લેતા હોય છે. એટલું જ નહીં ત્યાર બાદ ઈન્ડસ્ટ્રીમાં કામ મેળવવા માટે પણ હીરોઈનોને ભારે સ્ટ્રગલ કરવી પડતી હોય છે.
Zeenat Aman Reveals Truth of Film Industry : બદલાતા સમય સાથે સિનેજગતમાં અનેક બદલાવ આવ્યાં. અનેકવિધ ટેકનોલોજી આવી પણ નથી બદલાઈ તો એક વસ્તુ અને એ છે માનસિકતા. જીહાં, ફિલ્મ મેકર્સ હોય, ફિલ્મ પ્રોડ્યુર્સ હોય, સાથી કલાકરો હોય કે પછી દર્શકો હોય. મોટેભાગે દરેકની નજર અભિનેત્રીના અંગો પર હોય છે. તેના ફેસ અને ફિગર પર હોય છે. આજ વાતની કબુલાત વિતેલા જમાનાની જાજરમાન અભિનેત્રીએ પણ કરી દીધી છે. અભિનેત્રીએ એક ઈન્ટરન્યૂમાં ઘટસ્ફોટ કર્યો છેકે, તેના સમયમાં તેણે ખુબ સારા સારા દિગ્ગજ કલાકારો સાથે મેગા અને મિલેનિયમ સ્ટાર્સ સાથે કો એક્ટર અને લીડ હીરોઈન તરીકે કામ કર્યું. જોકે તે સમયે પણ લોકોની નજર તેના ફેસ અને ફિગર પર જ હતી. લોકોને ટેલેન્ટમાં કોઈ રસ નથી હોતો.
લોકોને મારા ટેલેન્ટ કરતા મારા ફિગરમાં વધુ રસ હતોઃ
અહીં વાત થઈ રહી છે, વિતેલા જમાનાની મેગા સ્ટાર ઝીનત અમાનની. એક એવી અભિનેત્રી જેનો હિન્દી સિનેમામાં રીતસર એક દૌર હતો. અમિતાભ બચ્ચનથી માંડીને ફિરોઝ ખાન સુધીના સુપર સ્ટાર સાથે તેણે લીડ એક્ટ્રેસ તરીકે ઢગલાં બંધ સુપરહીટ ફિલ્મો આપી. ઝીનત અમાન તેના સમયની અગ્રણી અભિનેત્રીઓમાંની એક રહી છે. પોતાની એક્ટિંગ અને બોલ્ડનેસથી તેણે દર્શકોના દિલ જીતી લીધા. યાદો કી બારાત, રોટી કપડા ઔર મકાન, સત્યમ શિવમ સુંદરમ, ડોન અને દોસ્તાના જેવી ઘણી શાનદાર ફિલ્મોમાં દેખાઈ ચૂકેલી ઝીનત અમાન કહે છે કે લોકોને તેના ટેલેન્ટ કરતાં તેના ફિગર અને ચહેરામાં વધુ રસ હતો.
ઓટીટીમાં ડેબ્યૂ કરશે ઝીનતઃ
ઝીનતે 1971માં આવેલી ફિલ્મ ‘હલચલ’થી બોલિવૂડમાં પોતાના કરિયરની શરૂઆત કરી હતી, પરંતુ તેને વાસ્તવિક ઓળખ તે જ વર્ષે ‘હરે રામા હરે કૃષ્ણ’થી મળી હતી. ઝીનત અમાન સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે. તે અવારનવાર ઈન્સ્ટાગ્રામ પર ફેન્સ સાથે તેના જીવન સાથે જોડાયેલી રસપ્રદ માહિતી શેર કરતી જોવા મળે છે. વર્ક ફ્રન્ટ વિશે વાત કરીએ તો, અભિનેત્રી વેબ સિરીઝ ‘શોસ્ટોપર’ દ્વારા તેના OTT ડેબ્યૂ કરવા માટે તૈયાર છે.
હીરોઈને ઘણાં બધા સાથે સુવુ પડે છે:
ફરી એકવાર એ વાત પણ સ્પષ્ટ થઈ ગઈ કે, મોટાભાગના લોકો ટેલેન્ટને બદલે હીરોઈનના સ્તન, નિતંબ, ફેસ અને ફિગરમાં રસ ધરાવતા હોય છે. અને તેના આધારે જ તેમને ફિલ્મમાં લેતા હોય છે. એટલું જ નહીં ત્યાર બાદ ઈન્ડસ્ટ્રીમાં કામ મેળવવા માટે પણ હીરોઈનોને ભારે સ્ટ્રગલ કરવી પડતી હોય છે. ઘણીવાર એ વાતનો પણ ખુલાસો થઈ ચુક્યો છેકે, ઈન્ડસ્ટ્રીમાં હંમેશાથી કાસ્ટીંગ કાઉચનું ચલણ રહ્યું છે. ફિલ્મોમાં કામ મેળવવા અભિનેત્રીઓએ હીરો, ડાયરેક્ટર, પ્રોડ્યુસર સહિત ઘણાં બધા સાથે સુવુ પડે છે. ત્યાર બાદ ફિલ્મમાં ચાન્સ મળતો હોય છે. વર્ષો પહેલાં પણ આ સ્થિતિ હતી અને આજે પણ આજ સ્થિતિ છે. આ અમે નથી કહી રહ્યાં પણ વખતો વખત અનેક અભિનેત્રીઓ આ વાતનો ખુલાસો કરતી આવી છે.
મેં પણ મારા લૂકનો લાભ લીધોઃ
ફિલ્મ ઇન્ડસ્ટ્રી અંગે વાત કરતા ઝીનત અમાને જણાવ્યું હતુંકે, મને એ વાત મારા કરિયરની શરૂઆતમાં જ સમજાઈ ગઈ હતી કે, અહીં લોકોને મારા ટેલેન્ટમાં નહીં મારા ફેસ અને ફિગરમાં રસ છે. અહીં લોકો યંગ અને સુંદર યુવતીઓને જ રાખે છે. પતલી કમર અને સેક્સી ફિગરવાળી હોટ યુવતીઓને જ અહીં તક આપવામાં આવે છે. એના માટે પણ એણે ઘણી પરિસ્થિતિમાંથી પસાર થવું પડે છે. ઇન્ડસ્ટ્રીની આ વાસ્તવિકતા જાણ્યા પછી મેં મારા લૂકનો ફાયદો ઉઠાવ્યો. મેં એવી ભૂમિકાઓ જ પસંદ કરી. મને મારા કામ અને મેં જે કંઈ પણ કર્યું તેનો કોઈ જ અફસોસ નથી.