Eve Jobs છે Apple ના સ્ટીવ જોબ્સની પુત્રી, મોડલિંગ જ નહીં અનેક બાબતોમાં ઓલરાઉન્ડર છે ઈવ

નવી દિલ્લીઃ એપલના સ્ટીવ જોબ્સની પુત્રી ઈવ જોબ્સ મોડલિંગ જગતનો જાણીતો ચહેરો છે..ઈવ જોબ્સ લાંબી સમયથી ચર્ચામાં છે. 4 વર્ષની ઈવ એક એડવેન્ચર લવર પણ છે જે સ્પોર્ટ્સ એક્ટિવિટીની પણ શોખીન છે. ઈવને ઘોડેસવારી પણ પસંદ છે. ઈવ ઘણીવાર ઘોડેસવારી સ્પર્ધાઓમાં ભાગ લેતી જોવા મળે છે. ઈવના મિત્રો અને ચાહકો પણ તેને ઓલરાઉન્ડર ઈવ કહીને બોલાવે છે.
ઈવ જોબ્સ સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ છે. ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર તેના લાખો ફોલોઅર્સ છે, જેના માટે તે અવારનવાર તેના ફોટા અને વીડિયો શેર કરે છે. ઈવ જોબ્સે ઘણી મોટી બ્રાન્ડ્સ સાથે મોડલિંગ ડીલ સાઈન કરી છે. ઇવ તદ્દન આત્મનિર્ભર છે. ઘણી વખત તેની જાહેરાતો દુનિયામાં ધૂમ મચાવે છે.
સ્ટીવ જોબ્સે લગભગ 20 અરબ ડોલરની સંપતિ છોડી દીધી પરંતુ ઈવને એક પૈસો વારસામાં મળ્યો ન હતો, કારણ કે તેની માતા, લોરેન પોવેલ-જોબ્સે કહ્યું હતું કે તેનો પરિવાર 'સંપત્તિ એકઠું કરવામાં' માનતો નથી. ઈવ આજની તારીખમાં સેલ્ફ મેડ સુપર વુમન છે. ઈવ જોબ્સે તેના પિતાના ટેક બિઝનેસને બદલે, મોડેલિંગ અને ઘોડેસવારી જેવા બિન-પરંપરાગત વ્યવસાયોમાં કારકિર્દી બનાવી.. પોતાની કારકિર્દી બનાવવા માટે એક અલગ રસ્તો પસંદ કરીને આ નવા ક્ષેત્રોમાં સફળતાનો ધ્વજ સ્થાપિત કર્યો.
ઈવ કહે છે કે તેને એડવેન્ચર લાઈફ પસંદ છે. ઇવ માને છે કે મોડેલિંગ અને ઘોડેસવારી બંનેમાં ઘણું સામ્ય છે. બંને જગ્યાએ તમને પોતાને સાબિત કરવા માટે ઘણો ઓછો સમય મળે છે. તેથી જ તેણે પોતાના શોખ અને કારકિર્દીના સમાધાન માટે ક્યારેય જરાય પરેશાન થવું પડ્યું નથી. ઈવ જોબ્સ અમેરિકા અને યુરોપનો જાણીતો ચહેરો છે. એશિયન દેશોમાં પણ તેના ચાહકો ઓછા નથી. મોટી બ્રાન્ડ્સ ઈવની ક્ષમતાઓ પર આંધળો વિશ્વાસ કરે છે.