મુંબઈઃ વિશ્વની સૌથી ખૂબસુરત સ્ત્રીઓમાં સામે એશ્વર્યા રાયે 30 વર્ષ પહેલા કરેલા ફોટોશૂટ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. એશ્વર્યા રાયે આ ફોટોશૂટ મિસ વર્લ્ડ બનતા પહેલાનો છે, જેમાં ફેન્સ તેમને ઓળખી પણ શકતા નથી. અભિનેત્રી અને પૂર્વ મિસ વર્લ્ડ એશ્વર્યા રાય બચ્ચન હાલમાં ફિલ્મોથી દૂર રહી દીકરી આરાધ્યા પર ફોકસ કરી રહી છે. હાલમાં એશ્વર્યા કાન્સ ફિલ્મ ફેસ્ટીવલમાં શાનદાર એપિરિયન્સ આપીને પરત ફરી છે. એશ્વર્યાનો લુક ચર્ચામાં છે. એશ્વર્યાએ હજુ સુધી ફિલ્મોમાં અલગ અલગ રોલ કર્યા છે. જેની સાથે જ એશ્વર્યાએ ફેશન અને મોડલિંગમાં વિશ્વમાં નામ કમાવ્યું છે. એશ્વર્યાના લુક અને ફોટા સોશિયલ મીડિયામાં ખૂબ વાયરલ થાય છે. જોકે એશ્વર્યાની કેટલિક એવી તસ્વીરો સોશિયલ મીડિયામાં સામે આવી છે, જેમાં અભિનેત્રીને ઓળખી શકવું પણ મુશ્કેલ છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

 



 


30 વર્ષ પહેલા મોડલિંગના આટલા મળતા હતા રૂપિયા-
એશ્વર્યા રાયે પોતાના કેરિયરની શરૂઆત મોડલિંગથી કરી હતી. મોડલિંગ બિલની એક કોપી સામે આવી છે. આ બિલ 23 મે 1992નો છે. મિસ વર્લ્ડ બનવાના 2 વર્ષ પહેલા કરેલ મોડલિંગના બિલની કોપી સોશિયલ મીડિયામાં વાયરલ થઈ છે. અભિનેત્રીને એક પત્રિકાની શૂટિંગ માટે 1500 રૂપિયા મળ્યા હતા.


18 વર્ષની ઉમરે કર્યુ હતુ શૂટ-
તમને જણાવી દઈએ કે, એશ્વર્યા તે સમયે 18 વર્ષની હતી. એક મેગેજીન કેટલોગ શૂટ માટે કૃપા ક્રિએશન્સ નામક એક ફર્મ માટે એક મોડલ તરીકે કામ કરવા તૈયાર હતી. બિલમાં એશ્વર્યાના હસ્તાક્ષર પણ જોવા મળે છે. આ ડીલ મુંબઈમાં નક્કી કરાઈ હતી.


 



 


ફેશન કેટલોગને 30 વર્ષ પૂર્ણ-
વિમલ ઉપાધ્યાય નામના એક ટ્વિટર યૂઝરે ટ્વિટ કરીને મેગેજીન શૂટના ફોટા શેર કર્યા. જેમાં કેટલોગના ફોટા અને મેગેજીન કવર સામેલ છે. ટ્વીટમાં લખ્યું છે કે, નમસ્કાર, આજે હું પોતાનું કેટલોગની 30મીં વર્ષગાંઠ ઉજવી રહ્યો છું. એશ્વર્યા રાય, સોનાલી બેંદ્રે, નિકી અનેજા, તેજસ્વિની કોલ્હાપુરે આ શૂટમાટે તૈયાર થઈ હતી. 


એશ્વર્યાને ઓળખવું મુશ્કેલ-
એશ્વર્યાએ હાલમાં કાન ફિલ્મ મહોત્સવના 75મીં ઉજવણીમાં 21મીં વખત હાજર રહી. જ્યાં એશ્વર્યા રેડ કાર્પેટ પર નિયમિત સામેલ થાય છે. સોશિયલ મીડિયામાં એશ્વર્યા અને સોનાલીના ફોટા ખૂબ વાયરલ થઈ રહ્યા છે. આ તસ્વીરોમાં એશ્વર્યાને ઓળખી શકવુ મુશ્કેલ છે.