નવી દિલ્લીઃ બોલીવુડમાં અનેક અભિનેતાઓ આવ્યાં અને વિવિધ ભૂમિકાઓ અદા કરીને કેટલાંક આ દુનિયાને પણ અલવિદા કરી ગયા. જોકે, એમાંથી કેટલાંક નામો એવા છે જેમની યાદો આજે પણ આપણી વચ્ચે એકદમ જીવંત છે. એમાંનુ એક નામ એટલે દેવ સાહેબ. દેવાનંદ હિન્દી સિનેજગતનો એક એવો સિતારો હતો જેનો એક સમયે દબદબો હતો. તેમનો અંદાજ બીજા અભિનેતાઓ કરતા અલગ હતો. અને તેમની પાછળ લાખો યુવતીઓ દિવાની હતી. આ અંગે એક કિસ્સો પણ જાણવા જેવો છે. શું તમે જાણો છોકે, એક સમય એવો હતો જ્યારે દેવ આનંદને કાળા કપડા પહેરવાની મનાઈ ફરમાવવામાં આવી હતી. કારણકે, એને બ્લેક કલરના કપડાંમાં જોઈને યુવતી એકદમ ભાન ભૂલી જતી હતી. ઘણી યુવતીઓ તો એ હવે દિવાની થઈ જતી કે તેની પાછળ મરવા પણ તૈયાર થઈ જતી. જાણવા જેવો છે દેવાનંદ વિશેનો આ અનોખો કિસ્સો અને તેમના વિશેની જાણી અજાણી વાતો...


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આપણે હિન્દી સિનેમાના સૌથી શાનદાર અભિનેતાઓની વાત કરીએ દાયકાઓ પછી પણ તે યાદીમાં દેવઆનંદનું નામ અચુક આવે. જેટલો અદભૂત અભિનય, તેટલી જ અદભૂત શૈલી અને તે જ સ્ટાઈલથી યુવતીઓ એટલી મોહિત થઈ ગઈ હતી કે તેઓ પોતાનો જીવ આપતાં પણ અચકાતી નહોંતી. જ્યાં સુધી દેવાનંદ જીવ્યા ત્યાં સુધી તેઓ હિન્દી સિનેમાના સદાબહાર અભિનેતા તરીકે જાણીતા હતા. અભિનેતાની એક અલગ શૈલી, જેના પર સૌ કોઈ ફિદા હતા. અભિનય જબરદસ્ત હતો પણ દરેક જગ્યાએ જે વાત સાંભળવા મળતી હતી તે હતી તેમની આગવી શૈલીની. જેમાં તે પોતાનો કાળો કોટ પહેરીને ચાર ચાંદ લગાવતા હતા. કહેવાય છેકે, તે સમયમાં દેવાનંદ જ્યારે કાળો કોટ પહેરતા હતા ત્યારે તેઓ એટલા અદભૂત લાગતા હતા કે જોનારાઓ તેમને બસ એકજ ટસે જોઈ જ રહેતા હતાં. ખાસ કરીને છોકરીઓ તેને જોઈને બેકાબૂ થઈ જતી. એવું કહેવાય છે કે તે સમયે છોકરીઓ કાળા કોટમાં દેવ સાહેબને જોવા માટે છત પરથી કૂદવા માટે તૈયાર થઈ જતી હતી.


દેવાનંદ પર જ્યારે છોકરીઓ મરવા માટે તૈયાર હતી:
જ્યારે અભિનેતા દેવાનંદ તેમની કરિઅરનો ગોલ્ડન એરા જીવી રહ્યા હતા ત્યારે તેમના અભિનયની સાથે તેમની સ્ટાઈલ પણ એટલી જ અનોખી હતી. તેઓ જ્યારે વાઈટ સર્ટ પર બ્લેક કોટ પહેરીને નીકળતા હતા ત્યારે તેમને જોવા યુવતીઓની લાઈન લાગતી હતી. તેઓ જ્યારે આ કોમ્બિનેશનમાં કોઈ ફિલ્મમાં દેખાય ત્યારે પણ યુવતીઓ પોતાનો કાબુ ગુમાવી દેતી હતી. આવા હેન્ડસમ હીરોને જોઈને છોકરીઓનું ધ્યાન એટલું હટી જતું કે તેઓ તેની એક ઝલક મેળવવા માટે તલપાપડ થઈ જતી. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, તેની મહિલા ફેન તેના માટે પોતાનો જીવ આપવા માટે તૈયાર રહેતી હતી. આ જોઈને કોર્ટે આ મામલે હસ્તક્ષેપ કરવો પડ્યો.


'કાલા પાણી' હિટ થયા બાદ કાળો કોટ પહેરવા પર પ્રતિબંધઃ
તે સમયે કોર્ટને યોગ્ય લાગ્યું કે દેવાનંદ પર કાળો કોટ પહેરવા પર પ્રતિબંધ મૂકવો જોઈએ અને તે જ થયું. ત્યારબાદ કોર્ટે અભિનેતાને કાળો કોટ પહેરવા પર પ્રતિબંધ મૂક્યો હતો જેથી કરીને કોઈ અપ્રિય ઘટના ન બને. દેવાનંદની આત્મકથામાં આ વાર્તાનો ઉલ્લેખ છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube