નવી દિલ્હીઃ વિવેક ઓબેરોયને જ્યારે તેમના અને એશ્વર્યાના બ્રેકઅપ વિશે પુછવામાં આવ્યું ત્યારે તેમણે આ મુદ્દે શું કહ્યું આવો જાણીએ. વિવેક ઓબેરોયે શૂટ આઉટ એટ લોખંડવાલા, પ્રિન્સ જેવી ફિલ્મોથી ખૂબ નામ કમાયું. પરંતુ, વિવેકની એક્ટિંગની ચર્ચા કરતા વધુ ચર્ચા તેના અફેરની હતી. 2003માં વિવેક ઓબેરોય સુંદરતાની મુરત એશ્વર્યા રાય બચ્ચનને ડેટ કરી રહ્યો હતો. એક ઈન્ટરવ્યુમાં વિવેકે ખુલાસો કર્યા હતો કે, સલમાન ખાને એશ્વર્યાને ડેટ ન કરવા માટે તેને ધમકી આપી હતી. જેની અસર ન માત્ર બંનેના રિલેશન પર પડી, પણ વિવેક ઓબેરોયના કરિયરને પણ તેનાથી ખાસું નુકસાન થયું હતું. હાલમાં જ એક ઈન્ટરવ્યુમાં તેમને ફરી વખત આ વિશે પુછવામાં આવ્યું હતું.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

વિવેકે કહ્યું બધુ ખત્મ થઈ ગયું છે-
જ્યારે, વિવેકને આ વિશે પુછવામાં આવ્યું ત્યારે તેણે કહ્યું એવું નથી કે હું આ વાતનો જવાબ આપવા જઈ રહ્યો છું. કારણ કે બધુ ખત્મ થઈ ગયું છે. વિવેકે ઈન્ટરવ્યુમાં પોતાની લવ લાઈફ વિશે વાત ન કરી. આપને જણાવી દઈએ કે વિવેક ઓબેરોયે 2010માં જીવરાજ અલ્વાની દિકરી પ્રિયંકા અલ્વા સાથે લગ્ન કર્યા હતા.


 


વિવેક સોશિયલ મીડિયા પર એક્ટિવ-
વિવેક ઓબેરોય સોશિયલ મીડિયા પર ખૂબ એક્ટિવ છે. બોલીવૂડમાં પણ પોતાના આવનારા પ્રોજેક્ટસ સાથે વ્યસ્ત છે. વિવેક પોતાના અંગત જીવન વિશે ક્યારે પણ ખુલીને વાત નથી કરતા અને પોતાનું અંગત જીવન પોતા સુધી જ રાખવાનું પસંદ કરે છે.