TMKOC ના પોપટલાલના કોની જોડે થશે લગ્ન? નિર્માતાએ કહ્યું ટૂંક સમયમાં શોમાં આવશે મોટું પરિવર્તન
તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા શોમાં થોડા સમયમાં આવશે ટ્વીસ્ટ, જુઓ અસિત મોદીએ શું આપ્યો જવાબ...
TMKOC: તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા શોમાં છેલ્લા ઘણા સમયથી ફેન્સ દયા બેનની રાહ જોઈ રહ્યા છે. દયા બેનની વાપસી અને પોપટલાલના લગ્ન વિશે ઘણી ચર્ચાઓ થાય છે. આ બન્ને સવાલના અસિત મોદીએ જવાબ આપ્યા છે. તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા શોમાં દયા બેન છેલ્લા 5 વર્ષથી જોવા મળ્યા નથી. તો બીજી તરફ શો શરૂ થયાને 15 વર્ષ વિત્યા છતા હજુ સુધી પોપટ લાલના લગ્ન પણ થયા નથી. શોમાં દયાબેનની વાપસી થતી નથી, તો બીજી તરપ પોપટ લાલના લગ્નની રાહનો અંત પણ આવી રહ્યો નથી. બન્ને સ્ટારના દર્શકોન સૌથી વધુ ફેવરિટ છે. જેથી સોશિયલ મીડિયામાં શોના પ્રોડ્યૂસર પાસે લોકો સવાલ કરતા હોય છે. ત્યારે હવે પ્રોડ્યૂસર અસિત મોદીએ જવાબ આપ્યો છે.
થોડા સમયમાં દયા ભાભી આવશેઃ અસિત મોદી
અત્યાર સુધી દયા બેનનો રોલ કરતા દિશા વાકાણી જ જોવા મળ્યા છે. દિશા વાકાણીએ પોતાના રોલથી દર્શકોના દિલ જીત્યા છે. દિશા વાકાણી સિવાય અન્ય કોઈ સ્ટારને આ રોલ કરવો તે ખૂબ મુશ્કેલ છે. જેના કારણે હજુ પણ શોના પ્રોડ્યૂસર્સ દિશા વાકાણીના શોમાં વાપસીની રાહ જોઈ રહ્યા છે. ત્યારે સોશિયલ મીડિયામાં દિશા વાકાણી વિશે અસિર મોદીએ કહ્યું કે, હું દિશા વાકાણીનું ખૂબ સન્માન કરુ છું. કોરોના સમયથી હું દિશા વાકાણીની રાહ જોઈ રહ્યો છું. હું હજુ પણ ઈચ્છું છું કે કોઈ ચમત્કાર થાય અને દિશા શોમાં પરત ફરે. પરંતુ તેમના લગ્ન થઈ ચૂક્યા છે, ઘરમાં બે બાળકો છે. તેમનું પારિવારીક જીવન છે, તે પરત આવે તેના માટે હું પ્રાર્થના કરી શકું છું, પરંતુ હું વાયદો કરું છું કે, આ રોલ માટે કોઈ સ્ટારની એન્ટ્રી થશે.
પોપટલાલના ટૂંક સમયમાં થશે લગ્ન-
પોપટલાલ લગ્ન ક્યારે કરશે તેના વિશે પણ ઘણા લોકો સવાલ કરતા હોય છે. અસિત મોદીએ જવાબ આપતા કહ્યું કે, ટૂંક જ સમયમાં અમે પોપટ લાલના લગ્ન કરાવીશું. ઘણી વખતે મને પણ એવું થાય છે કે, પોપટ લાલના લગ્ન કરાવી દેવા જોઈએ. પરંતુ આ મામલે હું જ્યારે સર્વે કરાવું છું તો 50-50 ટકા આવે છે. કેટલાક લોકો પોપટ લાલના લગ્ન થાય તેવું ઈચ્છે છે તો કેટલાક લોકો લગ્ન જોવાનું ઈચ્છતા નથી. જેથી હું પણ કન્ફ્યૂઝ થાઉં છું