હીરોઈનનાં કપડાં ફાડી, શરીર પર એક પણ કપડું ના રાખતા: રિયલ બનાવવો છે રેપ સીન!
જાણી લો એ કિસ્સો દલીપ તાહિલ સાથેની ફિલ્મમાં એક દિગ્દર્શકે હિરોઈનનાં કપડા ફાડવાની ડિમાન્ડ કરી હતી. વાર્તા રેપ સીનની છે. દિગ્દર્શકે દલિપ તાહિલને કહ્યું હતું કે તે યુવતીને કહેશે નહીં. બસ તમે હિરોઈનના કપડાં જ ફાડી નાખો.
નવી દિલ્લીઃ હિન્દી ફિલ્મોમાં શૂટિંગ કેવી રીતે કરવામાં આવે છે? કઈ રીતે રોમાન્સના સીન શૂટ કરવામાં આવે છે? કઈ રીતે બળાત્કાર એટલેકે, રેપ સીનનું શૂટિંગ કરવામાં આવે છે? શેટ પર ત્યારે કેટલાં લોકોને હાજર રહેવાની મંજૂરી હોય છે? શું રેપ સીન કરતા પહેલાં હીરોઈનની મંજૂરી લેવામાં આવે છે ખરાં? આવા અનેક સવાલો આપણાં મગજમાં આવતા હોય છે. ત્યારે હિન્દી સિનેમામાં વિતેલા જમાનામાં એવા એવા કિસ્સા અને કાંડ થયા છેકે, તમે જાણીને પણ ચોંકી જશો. આવો જ એક કિસ્સો ગણો કે કાંડ જેની ચર્ચા આ આર્ટિકલમાં કરવામાં આવી છે. જેને જાણીને તમારા હોશ ઉડી જશે...
જ્યારે બળાત્કારના દ્રશ્યમાં દિગ્દર્શકે દલિપ તાહિલને કહ્યું - હિરોઈનનું બધું જ ખોલી દેજોઃ
એક સમય હતો જ્યારે ફિલ્મોમાં બળાત્કારના દ્રશ્યો મહત્વના ગણાતા હતા. ફિલ્મની વાર્તામાં એક હીરો, એક વિલન અને એક બહેન છે. કાં તો ફિલ્મમાં હીરોની બહેનનો રેપ સીન હશે કે પછી હીરોઈનનો. દલિપ તાહિલથી લઈને પ્રેમ ચોપરા અને રંજીત સુધી, હિન્દી ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં ઘણા એવા કલાકારો છે જેમણે ફિલ્મોમાં બળાત્કારના દ્રશ્યો ખૂબ કર્યા છે. આ જ કારણથી તેને રિયલ લાઈફમાં પણ 'બળાત્કારી' અને વિલન માનવામાં આવે છે. એવું કહેવાય છે કે તે સમયે ફિલ્મ નિર્માતાઓ પણ ફિલ્મોમાં વાર્તા કરતાં બળાત્કારના દ્રશ્યો પર વધુ ધ્યાન આપતા હતા અને આ માટે તેઓ ગમે તે સ્તરની માંગ કરતા હતા. દલીપ તાહિલ સાથે પણ કંઈક આવું જ થયું હતું. એક ફિલ્મના દિગ્દર્શકે તેને બળાત્કારના દ્રશ્યમાં છોકરીના તમામ કપડાં ફાડી નાખવાની ડિમાન્ડ કરી હતી. એ પણ હિરોઈનનની જાણ વિના.
વેબ સિરીઝમાં રેપ સીન પહેલા હિરોઈનની સંમતિ લેવામાં આવી હતી-
દલિપ તાહિલે 2018માં 'હિન્દુસ્તાન ટાઈમ્સ'ને આપેલા ઈન્ટરવ્યુમાં આ હૃદયદ્રાવક વાર્તા કહી હતી. તે સમયે 'Me Too' અભિયાન ચાલી રહ્યું હતું અને ઘણા સેલેબ્સે ચોંકાવનારા ખુલાસા કર્યા હતા. આ દરમિયાન દલીપ તાહિલે કહ્યું હતું કે વેબ સિરીઝમાં રેપ સીન કરતા પહેલાં તેમણે હીરોઈનની સંમતિ લીધી હતી.
'રેપ સીન કરશો તો છોકરીના કપડાં ફાડી નાખો'-
દલિપ તાહિલે કહ્યું, '25 વર્ષ પહેલા હું એક ફિલ્મમાં કામ કરી રહ્યો હતો જેમાં રેપ સીન હતો. તે દિવસોમાં આવી ફિલ્મો બનતી જેમાં બળાત્કારના દ્રશ્યો મહત્વના હતા. હું એ ડિરેક્ટરનું નામ નહીં લઉં. પરંતુ તેણે મને કહ્યું કે જ્યારે તમે રેપ સીન કરો છો ત્યારે તમારે છોકરીના કપડા ફાડી નાંખવા જોઈએ. તેનું બધું જ ખુલ્લું કરી દેજો...
દલિપ તાહિલના ઉડી ગયા હતા હોંશઃ
દલીપ તાહિલના કહેવા પ્રમાણે, ડિરેક્ટરે તેને ઘણું કહ્યું અને કહ્યું કે તે આ વિશે છોકરીને કંઈ કહેશે નહીં. આ સાંભળીને દલીપ તાહિલના પગ નીચેથી જમીન સરકી ગઈ. તેણે તરત જ તે સીન કરવાની ના પાડી દીધી.
દલિપ તાહિલે હિરોઈનને બધી હકીકત કહીઃ
ત્યારબાદ દલિપ તાહિલ તે છોકરી એટલે કે હિરોઈનને એક ખૂણામાં લઈ ગયો. તે ફિલ્મોમાં નવી હતી અને તે બોલિવૂડમાં પગ જમાવવાનો પ્રયાસ કરી રહી હતી. દલિપ તાહિલે હિરોઈનને પૂછ્યું, શું તમે જાણો છો કે આ લોકો કંઈક આવું પ્લાનિંગ કરી રહ્યા છે.
જ્યારે તેણીને ખબર પડી, ત્યારે નાયિકા ખૂબ રડી, નિર્દેશક ભાગી ગયો-
દલિપ તાહિલની આ વાત સાંભળીને હીરોઈન રડી પડી, જ્યારે ડિરેક્ટર સેટ પરથી ભાગી ગયો. ત્યારબાદ યુવતી તેના હોટલના રૂમમાં ગઈ હતી. તેણે પોતાને રૂમમાં બંધ કરી દીધી.
દિગ્દર્શક દલિપ તાહિલ પર ગુસ્સે થયા - મારું શૂટિંગ બગાડ્યુંઃ
દલીપ તાહિલે જણાવ્યું કે, ત્યારે ડાયરેક્ટર તેમનાથી ગુસ્સે થઈ ગયા અને અને કહ્યું કે તમે મારું શૂટિંગ બગાડ્યું છે. જ્યારે દલીપ તાહિલે નિર્દેશકને કહ્યું કે તેમણે પોતે જ તેને આવો સીન કરવા માટે કહ્યું છે, તો તેઓ પલટી ગયા હતા.
ફિલ્મ નિર્માતાઓ બળાત્કારના દ્રશ્યો કરાવવા માટે દબાણ કરતા હતાઃ
દલિપ તાહિલે કહ્યું કે તે સમયે ફિલ્મોમાં રેપ સીન કરવામાં આવતા હતા અને તે સમયે ડાયરેક્ટરોએ એક્ટર્સને જણાવતા ન હતા. પછી ફિલ્મ નિર્માતાઓ નવા કલાકારો પર આવા દ્રશ્યો કરવા દબાણ કરતા હતા. જો તેઓ ના પાડે તો ઇન્ડસ્ટ્રીમાંથી બહાર ફેંકાઈ જવાનો ડર રહેતો હતો.