95th Oscars Shortlist 2023: ‘RRR’ અને ‘છેલ્લો શો’ ઓસ્કાર માટે શોર્ટલિસ્ટ, કાંતારા પણ રેસમાં
95th Oscars Shortlist 2023: ‘છેલ્લો શો (ધ લાસ્ટ ફિલ્મ શો)’ જે ઓસ્કારમાં ભારતની સત્તાવાર એન્ટ્રી હતી તેને ‘ઈન્ટરનેશનલ ફીચર ફિલ્મ’ કેટેગરીમાં સામેલ કરવામાં આવી છે. જ્યારે ‘RRR’ એ ‘નાટુ નાટુ’ માટે સંગીત (મૂળ ગીત) કેટેગરીમાં જગ્યા બનાવી છે. ‘બેસ્ટ ઇન્ટરનેશનલ ફીચર ફિલ્મ’ કેટેગરીમાં અન્ય ફિલ્મોમાં ‘આર્જેન્ટિના 1985’, ‘ધ ક્વાયટ ગર્લ’, ‘ધ બ્લુ કફ્તાન’ અને અન્યનો સમાવેશ થાય છે.
95th Oscars Shortlist 2023: કેટલીક એવી ફિલ્મો છે જેણે ભારતનું નામ દુનિયાભરમાં રોશન કર્યું છે. ફિલ્મ વિવેચકો પણ આ ફિલ્મોને સો ટંક સોના સમાન માને છે. ત્યારે આવી જ એક ફિલ્મ છે છેલ્લો શો. જેના કારણે ગુજરાતનું નામ પણ ચર્ચમાં આવ્યું. ત્યારે આ વખતે ઓસ્કર અવોર્ડ માટે આ ફિલ્મનું નામ શોર્ટલિસ્ટ થતાં ફિલ્મ રસીકોમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે. આ ઉપરાંત સાઉથના સુપરસ્ટાર ડિરેક્ટર એસ.રાજમૌલીની ફિલ્મ RRR પણ આ લિસ્ટમાં સામેલ થઈ શકે છે. ભારતીય સિનેમાની અદભુત ફિલ્મોને વિદેશી ફલક પર દર્શાવવી અને દુનિયા તેના વખાણ કરે તે આપણાં માટે ગૌરવ લેવા જેવી બાબત છે. ધ એકેડેમી ઓફ મોશન પિક્ચર આર્ટસ એન્ડ સાયન્સે 95મા એકેડેમી એવોર્ડ્સ માટે શોર્ટલિસ્ટેડ ફિલ્મોના નામની જાહેરાત કરી છે. 10 કેટેગરી માટે શોર્ટલિસ્ટ ફિલ્મોની જાહેરાત કરવામાં આવી છે, જેમાં ડોક્યુમેન્ટરી અને ઈન્ટરનેશનલ ફીચર્સ, ડોક્યુમેન્ટરી શોર્ટ સબ્જેક્ટ, ઓરીજીનલ સ્કોરનો સમાવેશ થાય છે.
‘છેલ્લો શો’ અને RRR ઓસ્કાર માટે શોર્ટલિસ્ટ:
‘છેલ્લો શો (ધ લાસ્ટ ફિલ્મ શો)’ જે ઓસ્કારમાં ભારતની સત્તાવાર એન્ટ્રી હતી તેને ‘ઈન્ટરનેશનલ ફીચર ફિલ્મ’ કેટેગરીમાં સામેલ કરવામાં આવી છે. જ્યારે ‘RRR’ એ ‘નાટુ નાટુ’ માટે સંગીત (મૂળ ગીત) કેટેગરીમાં જગ્યા બનાવી છે. ‘બેસ્ટ ઇન્ટરનેશનલ ફીચર ફિલ્મ’ કેટેગરીમાં અન્ય ફિલ્મોમાં ‘આર્જેન્ટિના 1985’, ‘ધ ક્વાયટ ગર્લ’, ‘ધ બ્લુ કફ્તાન’ અને અન્યનો સમાવેશ થાય છે. રસપ્રદ વાત એ છે કે આ પહેલીવાર છે જ્યારે પાકિસ્તાનની કોઈ ફિલ્મને ઓસ્કાર માટે શોર્ટલિસ્ટ કરવામાં આવી છે. આ કેટેગરીમાં ‘જોયલેન્ડ’ પાકિસ્તાનની એન્ટ્રી છે.
જ્યાં સુધી ‘RRR’ના શ્રેષ્ઠ ગીતોની કેટેગરીનો સંબંધ છે તેમાં 81 ધૂનમાંથી 15 ગીતો પસંદ કરવામાં આવ્યા છે. અન્ય ગીતોમાં ‘અવતાર: ધ વે ઓફ વોટર’નું ‘નથિંગ ઈઝ લોસ્ટ’, ‘બ્લેન્ક પેન્થર: વાકાંડા ફોરેવર’નું ‘લિફ્ટ મી અપ’, ‘ટોપ ગન: મેવેરિક’નું ‘હોલ્ડ માય હેન્ડ’ અને ‘RRR’ના ગીત નાટુ નાટુનો સમાવેશ થાય છે. ઓસ્કાર માટે નોમિનેશન વોટિંગ 12 થી 17 જાન્યુઆરી દરમિયાન થશે. નોમિનેશન લિસ્ટ 24 જાન્યુઆરીએ જાહેર કરવામાં આવશે. 95મો ઓસ્કાર 12 માર્ચે હોલીવુડના ડોલ્બી થિયેટરમાં યોજાશે.
RRRના પ્રમોશન માટે ફિલ્મના ડાયરેક્ટર એસએસ રાજામૌલી છેલ્લા 3 મહિનાથી જોર લગાવી રહ્યા છે. આવી સ્થિતિમાં ફિલ્મના વિઝ્યુઅલ ગ્રાફિક્સને શ્રેષ્ઠ કેટેગરીમાં સ્થાન નહીં મળે તો તે ચોક્કસપણે નિરાશ હશે. એસએસ રાજામૌલીની RRR પછી, ઋષભ શેટ્ટીની પીરિયડ એક્શન થ્રિલર કાંતારાને 2023 એકેડેમી એવોર્ડ્સ માટે મોકલવામાં આવી છે. એક નવા ઇન્ટરવ્યુમાં, હોમ્બલ પ્રોડક્શન્સના સ્થાપક વિજય કિરાગંદુર તેની પુષ્ટિ કરતા કહ્યું છે કે તે આને લઇને ખૂબ જ પોઝિટિવ છે.