Sanjay Dutt With Prabhas: ફિલ્મોમાં જેમ હીરોનું એક ફેઈન ફોલોઈંગ હોય છે એ રીતે વિલનના પણ લોકો ચાહક હોય છે. એક સમયે હિન્દી ફિલ્મોમાં હીરો કરતા વિલન વધારે ફી ચાર્જ કરતા હતાં. અને એ અભિનેતાઓએ વિલનના શાનદાર કિરદાર નિભાવીને ફિલ્મને રૂપેરી પડદા પર જીવંત બનાવી દીધી. વર્તમાન સમયમાં જો એવો કોઈ વિલન હોય તો એ છે હીરોમાંથી નેગેટિવ ભૂમિકામાં પરિવર્તિન થનાર સંજય દત્ત. સંજય દત્તે એક એવો મંજેલો કલાકાર છે જેણે પોતાની બીજી ઈનિંગમાં વિલનની ભૂમિકાઓ ભજવીને પણ પોતાના આગવા અંદાજથી દર્શકોને આકર્ષિત કર્યા છે. એજ કારણ છેકે, હાલમાં સંજય દત્ત બોલિવૂડ કરતાં વધુ સાઉથની ફિલ્મોમાં જોવા મળી રહ્યો છે અને તેના કામની ખૂબ પ્રશંસા પણ થઈ રહી છે. સંજુ બાબા કેજીએફમાં તેના શાનદાર કામ માટે ઘણી પ્રશંસા મેળવી રહ્યો છે. હવે સમાચાર સામે આવ્યા છે કે તેને દક્ષિણમાં વધુ એક મોટો પ્રોજેક્ટ મળ્યો છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

થોડા દિવસો પહેલા સંજય દત્તે તેની આગામી ફિલ્મ ‘બાપ ઓફ ઓલ ફિલ્મ’નું પહેલું પોસ્ટર શેર કર્યું હતું. આ પોસ્ટરમાં બોલિવૂડના ચાર સુપરસ્ટાર કલાકારોને એકસાથે જોયા બાદ ચાહકો ખૂબ જ અધીર જોવા મળ્યા હતા. આ દરમિયાન હવે અભિનેતાની વધુ એક ફિલ્મ વિશે ખુલાસો થયો છે. પિંકવિલાના એક અહેવાલ અનુસાર મારુતિ દ્વારા નિર્દેશિત પ્રભાસની ફિલ્મમાં સંજય દત્તને મહત્વની ભૂમિકા ભજવવા માટે લેવામાં આવ્યો છે. તે કોઈ નકારાત્મક ભૂમિકા નથી પરંતુ ખૂબ જ મહત્વપૂર્ણ ભૂમિકા છે. અહેવાલ છે કે અભિનેતા દાદાની ભૂમિકા ભજવતો જોવા મળશે. સંજયની સાથે અભિનેત્રી ઝરીન વહાબ પણ જોવા મળશે. આ હોરર કોમેડી ફિલ્મમાં સંજય દત્ત અને ઝરીન વહાબ તેમના કરિયરના અત્યાર સુધીના એકદમ અલગ પાત્રમાં જોવા મળશે.


અગાઉ દિગ્દર્શક મારુતિએ અમને કન્ફર્મ કર્યું હતું કે, અમે ભારતમાં શૂટિંગ કરીશું, વિદેશમાં નહીં. ફિલ્મ ચોક્કસપણે બની રહી છે. આ ઉપરાંત સંજય દત્ત થલાપથી વિજયની આગામી ફિલ્મમાં પણ વિલનની ભૂમિકામાં જોવા મળશે. જો કે ફિલ્મનું નામ હજુ નક્કી નથી થયું અને ત્યાં સુધી તેનું નામ ‘Thalapathy 67’ રાખવામાં આવ્યું છે. લોકેશ કનાગરાજ આ ફિલ્મનું નિર્દેશન કરી રહ્યા છે. વધુમાં જણાવવામાં આવ્યું છે કે આ કોઈ નેગેટિવ રોલ નથી પરંતુ ખૂબ જ મહત્વનો રોલ છે.


આ ફિલ્મમાં પ્રભાસ પણ જોવા મળશે. પ્રભાસે મારુતિની ફિલ્મ માટે લગભગ એક અઠવાડિયાનું શૂટિંગ શેડ્યૂલ પૂરું કર્યું છે. આ ફિલ્મનું શૂટિંગ એ જ સેટ પર થયું હતું જેમાં ચિરંજીવી સ્ટારર ‘આચાર્ય’નું શૂટિંગ થયું હતું. કહેવામાં આવી રહ્યું છે કે આ ફિલ્મ એક હોરર કોમેડી હશે. રિપોર્ટ અનુસાર તેની વાર્તા દાદા, દાદી અને એક પૌત્ર પર આધારિત હશે.


 



હાલમાં આ ફિલ્મનું શૂટિંગ તેલુગુ ભાષામાં થઈ રહ્યું છે. હૈદરાબાદમાં ફિલ્મના બે શૂટિંગ શિડ્યુલ પૂર્ણ થઈ ગયા છે. આ દરમિયાન પ્રભાસ પાસે વધુ શૂટિંગ શેડ્યૂલ છે. તેની પાસે અમિતાભ બચ્ચન, દીપિકા પાદુકોણ અને દિશા પટણી સાથે શ્રુતિ હાસન અને નાગ અશ્વિનનો પ્રોજેક્ટ અભિનીત પ્રશાંત નીલની સાલાર પણ છે. સૈફ અલી ખાન અને કૃતિ સેનન સાથે ઓમ રાઉતની ‘આદિપુરુષ’ એ બીજો મોટો પ્રોજેક્ટ છે જે 2023માં રિલીઝ થવાનો છે. આ ઉપરાંત તે સિદ્ધાર્થ આનંદની આગામી એક્શન-થ્રિલર માટે પણ શૂટિંગ કરશે.