Taarak Mehta Ka Ooltah Chashmah Today Episode: આખરે ગોકુલધામ સોસાયટીમાં થઈ શું રહ્યું છે? શું ખરેખર જેઠાલાલ કોઈ મુસીબતમાં ફસાયા છે, કે તેમને પોપટલાલના દાગીના ચોરવાની નોબત આવી. તેમની દુકાન તો સારી એવી ચાલતી હતી. પોપટલાલના જે ખોવાયેલા દાગીનાની શોધખોળ ચાલતી હતી, તે જેઠાલાલનાં ઘરમાંથી મળ્યા, અને હવે ખબર નહીં કે ઈન્સ્પેક્ટર ચાલુ પાંડે શું કરશે. કારણકે હંમેશા તેઓ બોલે છે કે, મારુ નામ છે ચાલુ પાંડે, જૂઠ્ઠુ બોલશો તો પડશે દંડે...


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

શું ખરેખર જેઠાલાલે દાગીના ચોર્યા?
જ્યારે ગોકુલધામવાસીઓની લાખ કોશિશ છતા પોપટલાલના દાગીના નથી મળતા, ત્યારે કંટાળીને તેઓ પોલીસની મદદ લે છે. ઈન્સ્પેક્ટર ચાલુ પાંડે આવે છે અને તપાસ હાથ ધરે છે. પાંડેજી ગોકુલધામવાસીઓના ઘરની તલાશી લેવાનું કહે છે. પહેલા તો બધા મનાઈ કરે છે પણ છેલ્લે માની જાય છે. એક-એક જણનાં ઘરેથી તપાસ દરમિયાન કશુ નથી મળતુ પરંતુ જેઠાલાલના ઘરે તપાસ કરતા તિજોરીમાંથી કંઈક એવુ મળે છે કે, ચોરીનો વ્હેમ જેઠાલાલ પર પડે છે.


જેઠાલાલની તિજોરીમાંથી દાગીના મળ્યા-
જી હાં....તપાસ દરમિયાન જેઠાલાલની તિજોરીમાંથી એક ડબ્બો જમીન પર પડી જાય છે અને ઢાંકણું ખુલી જાય છે. જેમાં સાચા દાગીના ભરેલા હોય છે. જોકે, પ્રોમોમાં આ વાત સ્પષ્ટ નથી કરાઈ કે, શું ખરેખર આ દાગીના પોપટલાલના છે? પરંતુ જેઠાલાલના હાવભાવ જોઈને ઈન્સ્પેક્ટરનો વ્હેમ વિશ્વાસમાં બદલાઈ જાય છે.


 



 


હવે દૂધનું દૂધ અને પાણીનું પાણી થઈ જશે. પરંતુ જો જેઠાલાલે દાગીના ચોર્યા હોવાની વાત સાચી છે, તો હવે એ વાત જાણવી જરૂરી છે કે એવી તો કેવી મજબૂરી રહી હશે કે, જેઠાલાલને ચોરી કરવી પડી.