નવી દિલ્હી : અત્યારે દેઓલ પરિવારમાં ઉત્સાહનું વાતાવરણ છે. ધર્મેન્દ્ર અને હેમા માલિની ફરી એકવાર નાના-નાની બની ગયા છે. તેમની મોટી દીકરી એશા દેઓલે 10 જૂનના દિવસે દીકરીને જન્મ આપ્યો હતો. આ ન્યુઝ તેણે સોશિયલ મીડિયા પર શેર કર્યા હતા. તેમાં તેણે દીકરીનું નામ પણ જાહેર કર્યું છે જે અલગ અને ખાસ છે. એશાએ દીકરીનું નામ મિરાયા પાડ્યું છે. એશાની મોટી દીકરી રાધ્યાનું નામ રાધા પરથી અને નાની દીકરી મિરાયાનું નામ મિરા પરથી રાખવામાં આવ્યું છે. 


બોલિવૂડના સમાચાર જાણવા માટે કરો ક્લિક...