તૈમુર પછી Viral થઈ રહી છે આ સ્ટારકિડની તસવીર, માતાનું નામ છે...
રાધ્યાની તસવીર છ મહિના પછી સામે આવી છે
મુંબઈ : બોલિવૂડ એક્ટ્રેસ એશા દેઓલની દીકરી રાધ્યાની તસવીર છ મહિના પછી સામે આવી છે. ધર્મેન્દ્ર અને હેમાની દીકરી એશાએ પોતાની દીકરીની તસવીર શેર કરતા પોસ્ટ કર્યું હતું, 'Radhya Takhtani ... our darling daughter 😊🙏🏼❤️ @bharattakhtani3 #radhyatakhtani'. રાધ્યાનો જન્મ 23 ઓક્ટોબર, 2017ના રોજ થયો હતો.
એશા દેઓલે 29 જૂન, 2012માં બિઝનેસમેન ભરત તખ્તાની સાથે મુંબઈના ઈસ્કોન મંદિરમાં લગ્ન કર્યાં હતાં. એશાએ 2002માં 'કોઈ મેરે દિલ સે પૂછો'થી બોલિવૂડ ડેબ્યૂ કર્યું હતું. ભરત તખ્તાની બિઝનેસમેન છે. તે પિતા વિજય તખ્તાનીનો બિઝનેસ સંભાળે છે. તેનો નાનો ભાઈ અમેરિકામાં રહે છે.
ઇશા દેઓલે હાલમાં મુંબઈ મિરરને એક ઇન્ટરવ્યૂ આપ્યો હતો. આ ઇન્ટરવ્યૂમાં ઇશાએ જણાવ્યું કે તેની દીકરી તેને તેના બાળપણની યાદ અપાવે છે. ઇશાએ કહ્યું કે રાધ્યા ત્યાં સુધી જ ખુશ રહે છે જ્યાં સુધી તેની પાસે કોઈ કામ જબરદસ્તીથી ન કરાવવામાં આવે. તે ઘણીબધી રીતે મારા જેવી છે. તે જ્યારે દેઓલ સ્ટાઇલમાં મારી સામે જુએ છે ત્યારે મને લાગે છે કે જાણે હું મારી જાતને અરીસામાં જોઈ રહી છું.