• સુશાંત સિંહ રાજપૂતના જન્મદિવસ પર તેની એક્સ ગર્લફ્રેન્ડ અંકિતા લોખંડે ભાવુક પોસ્ટ પણ લખી છે

  • આ પોસ્ટ સાબિત કરે છે કે, સુંશાત ભલે આ દુનિયામાં નથી રહ્યો, પરંતું અંકિતાના મનમાં આજે પણ તે જીવંત છે


ઝી મીડિયા/બ્યૂરો :દિવંગત અભિનેતા સુશાંત સિંહ રાજપૂત (Sushant Singh Rajput) નો આજે જન્મદિવસ છે. જો તે જીવતો હોતો આજે 35 મો જન્મદિવસ મનાવતો હોત. ગયા વર્ષે 14 જૂનના રોજ સુશાંત સિંહ રાજપૂતે (sushant singh rajput birthday) આત્મહત્યા કરી લીધી હતી, જેનો દેશભરમાં સૌને આઘાત લાગ્યો હતો. આજે આખો દેશ આ અભિનેતાને યાદ કરી રહ્યો છે. તેની યાદમાં સોશિયલ મીડિયા પર #SushantDay ટ્રેન્ડ થઈ રહ્યું છે. તો બીજી બાજૂ અભિનેત્રી અને સુશાંતની એક્સ ગર્લફ્રેન્ડ અંકિતા લોખંડેએ એક ઈમોશનલ પોસ્ટ શેર કરી છે.
 
સુશાંતની એક્સ ગર્લફ્રેન્ડ અંકિતા લોખંડેએ એક લાંબી પોસ્ટ સાથે વીડિયો (Ankita Lokhande viral video) શેર કર્યો છે. આ વીડિયોમાં એક કૂતરો સુશાંતની પાછળ દોડતો નજરે પડે છે. અને સુશાંત આ વીડિયોમાં ખુબ ખુશ લાગી રહ્યો છે. વીડિયોમાં સુશાંત તેના પાળતુ શ્વાન સ્કોચની સાથે રમતો નજરે પડે છે. વીડિયોમાં અંકિતા પણ દેખાઈ રહી છે. સ્કોચ સુંશાતની પાછળ-પાછળ દોડતો નજરે પડી રહ્યો છે.



અંકિતા અવારનવાર સુંશાતને કરે છે યાદ
અંકિતા લોખંડે સતત સુશાંત સિંહ રાજપૂત સાથે જોડાયેલા અનેક વીડિયો પોસ્ટ કરતી રહે છે. અંકિતાએ થોડા દિવસો પહેલા સુશાંતસિંહ રાજપૂતને અવોર્ડ ફંક્શનમાં શ્રદ્ધાંજલિ આપી હતી. જેનો વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થયો હતો.
 
સીરિયલથી બંને એકબીજાની નજીક આવ્યા હતા
તમને જણાવી દઈએ કે, અંકિતા લોખંડે અને સુશાંત સિંહ રાજપૂત બંનેએ શો 'પવિત્ર રિશ્તા'માં લાંબા સમય સુધી કામ કર્યું હતું. બંનેના સંબંધની શરૂઆત પણ આ સિરિયલથી થઈ હતી. ત્યારબાદ સુશાંત ફિલ્મો તરફ વળ્યો અને તેમનો સંબંધ તૂટી ગયો. અત્યારે અંકિતા લોખંડે વિકી જૈન સાથે રિલેશનશીપમાં છે.