મુંબઇ પોલીસે હવે સુશાંત સિંહ રાજપૂતના ડોક્ટરનું લીધું સ્ટેટમેન્ટ
પોલીસનું કહેવું છે કે તેમના નિવેદનને હવે આટલા દિવસો બાદ એટલા માટે નોંધવામાં આવી રહ્યું છે જેથી અત્યાર સુધી બીજા લોકોના નિવેદનોમાં જે કહેવામાં આવ્યું છે તેને ડોક્ટરના નિવેદન સાથે ક્રોસ વેરિફાઇ કરવામાં આવી શકે.
મુંબઇ: સુશાંત સિંહ રાજપૂત (Sushant Singh Rajput) સુસાઇડ કેસમાં અત્યારે મુંબઇ પોલીસ સુશાંતના ડોક્ટરનું સ્ટેટમેન્ટ રેકોર્ડ કરી રહી છે. ડોક્ટરને સુશાંત સિંહ રાજપૂત (Sushant Singh Rajput)ના ડિપ્રેશન વિશે તથા સારવાર વિશે મુંબઇ પોલીસ પૂછપરછ કરી રહી છે. ડોક્ટર અત્યારે બાંદ્રા પોલીસ સ્ટેશનમાં હાજર છે. આ ડોક્ટરનું પ્રિસ્ક્રિપ્શન સુશાંતના ફ્લેટમાંથી મળ્યું હતું. સુશાંત સિંહ રાજપૂત (Sushant Singh Rajput)એ આ વર્ષે જાન્યુઆરીથી તેમને સલાહ લેવાનું શરૂ કરી દીધું છે.
પોલીસનું કહેવું છે કે તેમના નિવેદનને હવે આટલા દિવસો બાદ એટલા માટે નોંધવામાં આવી રહ્યું છે જેથી અત્યાર સુધી બીજા લોકોના નિવેદનોમાં જે કહેવામાં આવ્યું છે તેને ડોક્ટરના નિવેદન સાથે ક્રોસ વેરિફાઇ કરવામાં આવી શકે.
મિત્રોએ પોલીસને જણાવ્યું કે તે આ વાતથી દુવિધામાં હતું કે બોલીવુડમાં કોઇ તેનું કેરિયર ખતમ કરવાનો પ્રયત્ન કરી રહ્યું છે. તે ઘણીવાર અનુભવતા હતા કે તે એકદમ કમજોર છે. તેના ઘણા મિત્રોએ પોલીસને તાજેતરમાં તેમના વ્યવહાર વિશે જણાવ્યું છે જેથી આ તમામ દાવાની પુષ્ટિ થઇ શકે. એટલા માટે Psyciatrist ને પોલીસે બોલાવી છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube