મુંબઈ: એ વાતમાં કોઈ શક નથી કે ડાઈરેક્ટર સંજય લીલા ભણસાલીએ પદ્માવત ફિલ્મ બનાવીને ભારતીય સિનેમાને એક માસ્ટરપીસ આપ્યો છે. ફિલ્મને જોયા બાદ લગભગ દરેક દર્શકે કહ્યું હતું કે તેમાં દરેક ચીજ એકદમ પરફેક્ટ હતી. પછી ભલે પદ્માવતનું નિર્માણ કાર્ય હોય કે પછી તેનું સંગીત, કલાકારોનું કાસ્ટિંગ, અભિનય કે પછી કોસ્ચ્યુમ. જો કે બહુ ઓછા લોકોને આ વાતની ખબર હશે કે એક સમય એવો પણ હતો કે પદ્માવતનું જે સ્વરૂપ જોવા મળ્યું તેવું અગાઉ હતું નહીં.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

હકીકતમાં સંજય લીલા ભણસાલીની આ પીરિયડ ડ્રામામાં રાજા રતન સિંહની ભૂમિકા પહેલા શાહિદ કપૂર નહીં પરંતુ વિક્કી કૌશલ ભજવવાનો હતો પરંતુ ત્યારબાદ તે શાહિદના ફાળે જતી રહી. બોલિવૂડ લાઈફ સાથે ખાસ વાતચીતમાં વિક્કીએ પદ્માવતને લઈને મોટા ખુલાસા કર્યા છે. વિક્કીના જણાવ્યાં મુજબ જી હાં.. હું પદ્માવતને લઈને સંજયસર સાથે વાત કરી રહ્યો હતો પરંતુ પછી વસ્તુઓ બધી ઠીકઠાક ન રહેતા આ ફિલ્મ કરી શક્યો નહીં. જો કે મને તે વાતનું કોઈ દુખ નથી. મારા માટે તો એ જ મોટી વાત છે કે સંજય લીલા ભણસાલી જેવા ફિલ્મકારે મને પોતાની ફિલ્મમાં લેવા માટે વિચાર્યું. તેમણે મને તેમની ઓફિસે બોલાવ્યો અને જણાવ્યું કે આ ફિલ્મ માટે હું પણ રેસમાં છું. મારા માટે તો એ જ મોટી વાત હતી.



વિક્કીએ કહ્યું કેભલે અમે લોકો પદ્માવતમાં સાથે કામ ન કરી શક્યાં પરંતુ તેનો અર્થ એ નથી કે અમે ભવિષ્યમાં પણ ફરીથી સાથે કામ નહીં કરીએ. તેઓ બોલિવૂડમાં ફિલ્મો બનાવતા રહેશે અને હું પણ અભિનય કરતો રહીશ. મને પૂરેપૂરો ભરોસો છે કે અમે લોકો જરૂરી ફરીથી સાથે કામ કરીશું.


વિક્કીને જ્યારે પૂછવામાં આવ્યું કે પદ્માવતમાં કયો રોલ તેને ઓફર થયો હતો તો તેણે જણાવ્યું કે તેને રાજા રતનસિંહની ભૂમિકા ઓફર થઈ હતી. પરંતુ ત્યારબાદ શાહિદ કપૂરે તે ભજવી. પરંતુ આવું દરેક ફિલ્મ સાથે થાય છે. જ્યારે પણ કોઈ ડાઈરેક્ટર ફિલ્મનું પ્લાનિંગ કરે છે તો તે અનેક કલાકારોને મગજમાં રાખે છે. પરંતુ તેમાંથી કોઈ એકને તે ફિલ્મ મળે છે.


અત્રે જણાવવાનું કે વિક્કી કૌશલ બહુ જલદી આલિયા ભટ્ટની ફિલ્મ રાજીમાં એક પાકિસ્તાની ઓફિસરની ભૂમિકામાં જોવા મળશે. આવું પહેલીવાર બનશે કે વિક્કી અને આલિયા મોટા પડદે સાથે જોવા મળશે.


સાભાર-બોલિવૂડલાઈફ.કોમ