મુંબઈ : એક્ટ્રેસ પ્રિયંકા ચોપરા અને અમેરિકન સિંગર નિક જોનસે ગયા વર્ષે ધામધૂમથી લગ્ન કર્યા હતા. લગ્ન પહેલાં લગભગ 6 મહિના સુધી તેમનું અફેર ચાલ્યું હતું. જોકે હવે ચોંકાવનારા સમાચાર આવ્યા હતા. હાલમાં જ ‘OK’ નામના એક મેગેઝિનમાં છપાયેલા રિપોર્ટ અનુસાર, આ કપલ ડિવોર્સ લેવાની તૈયારી કરી રહ્યું છે. રિપોર્ટ પ્રમાણે, નિક જોનસને પ્રિયંકાનો ગુસ્સો અને લોકોને અંકુશમાં રાખવાનો સ્વભાવ પસંદ નથી. નિક-પ્રિયંકા કામ, પાર્ટી, એકબીજા સાથે ટાઈમ વિતાવા જેવી નાની-નાની બાબતે પણ ઝઘડી રહ્યા છે. જોનસ ફેમિલીએ પણ નિકને સલાહ આપી છે કે તે જેમ બને તેમ જલ્દી પ્રિયંકાથી ડિવોર્સ લઈ લે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પિતા શત્રુઘ્નના પક્ષપલટા વિશે સોનાક્ષીએ આપી દીધું મોટું નિવેદન 


મેગેઝિનના રિપોર્ટમાં ઉલ્લેખ છે કે નિકના પરિવારને લાગતું હતું કે પ્રિયંકા સમજુ અને પરિપક્વ મહિલા છે અને તે લગ્નજીવનમાં સેટલ થઈને બાળકોને જન્મ આપવા માગે છે. જોકે પ્રિયંકાના સાસરાવાળાને લાગે છે કે તે 21 વર્ષની છોકરી જેવો વ્યવહાર કરે છે. રિપોર્ટ મુજબ, જો નિક અને પ્રિયંકાના છૂટાછેડા થયા તો મોટો સંપત્તિ વિવાદ ઊભો થશે. નિક-પ્રિયંકાએ એટલી ઉતાવળમાં લગ્ન કર્યા કે તેમણે સંપત્તિના અધિકાર સંબંધિત અમેરિકાના કાયદા પર હસ્તાક્ષર પણ નથી કર્યા.


Bollywoodlifeમાં જણાવવામાં આવેલી લેટેસ્ટ માહિતી પ્રમાણે પ્રિયંકા ચોપડા અને નિક જોનસના છૂટાછેડાના સમાચાર સાવ ખોટા છે. અને OK મેગેઝિને આ પહેલાં પણ પ્રિયંકા અને નિક વિશે આવી અફવા ફેલાવી હતી. તાજેતરમાં પ્રિયંકા અને નિકે જોનસ ફેમિલી સાથે માયામીમાં વેકેશન પણ પસાર કર્યું છે. 


બોલિવૂડના સમાચાર જાણવા માટે કરો ક્લિક....