Bollywood Breaking News : યશ ચોપરાની બહુચર્ચિત અને શાહરૂખ-ઐશ્વર્યાની ફિલમ મોહબ્બતેંની અભિનેત્રી પ્રીતિ ઝાંગિયાનીના પતિ પરવીન દબાસ શનિવારે સવારે માર્ગ અકસ્માતનો શિકાર બન્યા હતા. લેટેસ્ટ અપડેટ અનુસાર, આ ઘટના બાદ અભિનેતાને ICUમાં હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે. આ દરમિયાન તેની પત્ની અભિનેત્રી પ્રીતિ ઝાંગિયાની તેની સાથે છે. કોમેડી ફિલ્મ 'ખોસલા કા ઘોસલા'માં પોતાના રોલ માટે જાણીતા બનેલી પરવીન દબાસ કાર અકસ્માતમાં ઘાયલ થયા છે અને હાલમાં તેમની સારવાર ચાલી રહી છે. ઘટના સમયે તે પોતે કાર ચલાવી રહ્યો હતો. અકસ્માત અંગે હજુ વધુ વિગતો બહાર આવી નથી.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

લેટેસ્ટ અપડેટ અુસાર, પરિવારે એક સત્તાવાર નિવેદન જાહેર કરીને આ પડકારજનક સમયમાં ગુપ્તતા જાળવવા કહ્યું છે. તેઓએ જાહેરાત કરી, 'અમને એ જાહેર કરતાં દુઃખ થાય છે કે પ્રો પાન્ઝા લીગના સહ-સ્થાપક પરવીન દબાસને શનિવારે સવારે એક દુર્ભાગ્યપૂર્ણ કાર અકસ્માતને પગલે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે અને હાલ તે હોસ્પિટલમાં આઈસીયુમાં એડમિટ છે. 


  • 'મોહબ્બતેં' અભિનેત્રી પ્રીતિ ઝાંગિયાનીના પતિનો માર્ગ અકસ્માત

  • પરવીન દબાસ ICUમાં, સમગ્ર પરિવાર આઘાતમાં

  • શનિવારે કાર અકસ્માત બાદ પરવીન દબાસને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા 

  • પ્રીતિ ઝાંગિયાનીએ કહ્યું કે તે અને તેનો પરિવાર આઘાતમાં છે અને વધુ ટિપ્પણી કરવા માંગતી નથી


મને ફસાવાનું ષડયંત્ર : IPS ઓફિસરે લફરાં પ્રકરણમાં કર્યા મોટા ખુલાસા, સાચું કોણ?


તબીબો કાળજી લઈ રહ્યા છે
જ્યારે આ ઘટના અંગેની વિગતો હજુ બહાર આવી રહી છે, ત્યારે એ વાતની પુષ્ટિ કરવામાં આવી છે કે પરવીન દબાસની સારવાર ડોકટરો દ્વારા કરવામાં આવી રહી છે. પરિવારે આ મુશ્કેલ સમયમાં પરવીન અને તેના મિત્રો માટે વાત કરી છે.


પરિવાર આઘાતમાં છે
આ અકસ્માત અંગે પ્રીતિ ઝાંગિયાનીએ કહ્યું કે તે અને તેનો પરિવાર આઘાતમાં છે અને વધુ ટિપ્પણી કરવા માંગતા નથી. તેમણે કહ્યું કે નવા મેડિકલ અપડેટ્સ દર્શાવે છે કે પરવીનને ગંભીર ઈજાઓ થઈ છે અને ડોક્ટરો તેની તપાસ કરવા માટે સીટી સ્કેન અને અન્ય ટેસ્ટ કરી રહ્યા છે.


પરવીન દબાસની ફિલ્મો
પરવીન દબાસ કોમેડી ફિલ્મ 'ખોસલા કા ઘોસલા'માં તેના રોલ માટે જાણીતા છે. તેઓ 'રાગિની એમએમએસ 2', 'ઈન્દુ સરકાર' અને 'માય નેમ ઈઝ ખાન' જેવી ફિલ્મોમાં પણ જોવા મળ્યાં છે. તે એમેઝોન પ્રાઇમ વિડિયો સિરીઝ 'મેડ ઇન હેવન'માં શોભિતા ધૂલીપાલા સાથે જોવા મળ્યો હતો.


અમિતાભ બચ્ચનના પગ પકડી રડવા લાગી હતી કરીના કપૂર, બચ્ચને ખોળામાં બેસાડી કરી હતી શાંત