અમદાવાદ : બંગાળી ફિલ્મ ઇન્ડસ્ટ્રીની ખ્યાતનામ અભિનેત્રી રૂપા દત્તા અંગે એક ચોંકાવનારા સમાચારો સામે આવી રહ્યા છે. રિપોર્ટ્સ અનુસાર રૂપા દત્તાની પાકીટ ચોરી કરવાના આરોપમાં ધરપકડ કરવામાં આવી છે. રિપોર્ટ્સ અનુસાર રૂપા દત્તાને આંતરરાષ્ટ્રીય પુસ્તક મેળા દરમિયાન આ કામ કર્યું છે. આ ઘટના કોલકાતા આંતરરાષ્ટ્રીય પુસ્તક મેળો વિધાનનગર ઉતર પોલીસ સ્ટેશનના સુત્રો અનુસાર ગત્ત શનિવારે એક મહિલાને ડસ્ટબિનમાં એક બેગ ફેંકતા જોવા મળી હતી. સુત્રો અનુસાર ગત્ત શનિવારે એક મહિલાને ડસ્ટબિનમાં એક બેગ ફેંકતા જોવા મળ્યા હતા. ત્યાર બાદ તેની પુછપરછ કરતા ચોંકાવનારા તથ્યો સામે આવ્યા હતા. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સુરત ગ્રીષ્મા હત્યા કેસમાં 76 સાક્ષીની જુબાની પુર્ણ, ફેનિલને ફાંસીના માંચડે ચડાવવાની મજબુત કામગીરી


શંકા જવાના કારણે પોલીસે મહિલાની પુછપરછ શરૂ કરી હતી. આ સાથે જ બેગની તપાસ પણ કરી હતી. જેમાં પોલીસને અનેક પ્રકારનાં પાકીટ મળી આવ્યા હતા. પોલીસ સુત્રો અનુસાર પોલીસને અભિનેત્રી પાસેથી 75 હજાર રૂપિયા પણ મળી આવ્યા છે. પોલીસના અનુસાર રૂપા દત્તા અગાઉ અનુરાગ કશ્યપ પર સેક્સ્યુઅલ હેરેસમેન્ટનો આરોપ પણ લગાવ્યો હતો. અત્રે નોંધનીય છે કે, આ અભિનેત્રી માતા વૈષ્ણોદેવી નામની સીરિયલમાં માતાજીનો રોલ પણ કરી ચુકી છે. 


બોપલ-ઘુમામાંથી પાણીની સમસ્યા થશે દુર, સરકારે 168 કરોડ રૂપિયાની યોજનાને મંજૂરી આપી


પોલીસ પુછપરછમાં સામે આવ્યું કે, અભિનેત્રી પાસે કુલ 75 હજાર રૂપિયા રોકડા મળી આવ્યા હતા. જેથી પોલીસે આટલી મોટી પ્રમાણમાં રોકડ ક્યાંથી મળી તે અંગે તપાસ કરતા તેણે કબુલ કર્યું કે, મોટી મોટી ઇવેન્ટ્સ અને અલગ અલગ મેળામાં જઇને તે પાકીટ ચોરી કરતી હતી. અભિનેત્રીઓના પર્સ ચોરી કરતી હતી. જો કે આંતરરાષ્ટ્રીય પુસ્તક મેળામાં મહિલા સીસીટીવીના કારણે ઝડપાઇ ગઇ હતી. આ ઉપરાંત ચોંકાવનારી બાબત છે કે, આ અભિનેત્રી પાસેથી ડાયરી મળી આવી તેની તપાસ કરતા જાણવા મળ્યું કે, તે આ ચોરેલા પાકીટનો હિસાબ પણ રાખતી હતી. ક્યાંથી કેટલા રૂપિયા મળ્યા વગેરે બાબતોનો હિસાબ પણ રાખતી હતી. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube