Dhoom Director Sanjay Gadhvi Passed Away : બોલિવુડના જાણીતા ડાયરેક્ટર અને મૂળ ગુજરાતી સંજય ગઢવીનું હાર્ટ એટેકથી નિધન થયું છે. રવિવારે સવારે તેઓ લોખંડવાલા બેંક રોડ પર મોર્નિંગ વોક કરી રહ્યા હતા ત્યારે તેમને હાર્ટ એટેક આવ્યો હતો. યશરાજ ફિલ્મ્સની ધૂમ ફ્રેન્ચાઈઝીની બે હિટ ફિલ્મોના દિગ્દર્શન માટે જાણીતા સંજય ગઢવીએ રવિવારે અંતિમ શ્વાસ લીધા. તેઓ 57 વર્ષના હતા. બોલિવુડની અનેક હસ્તીઓએ તેમના નિધન પર શોક વ્યક્ત કર્યો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ધૂમ ફિલ્મથી ઓળખ મળી હતી 
મૂળ ગુજરાતી સંજય ગઢવી મુંબઈમાં સ્થાયી થયા હતા. સંજય ગઢવી બોલિવુડની બ્લોકબસ્ટર ફિલ્મ ધૂમ અને તેની સિક્વલ ધૂમ 2 ના દિગ્દર્શન માટે જાણીતા છે. ફિલ્મ નિર્માતા સંજય ગઢવીનું 57 વર્ષની વયે અવસાન થયું. તેમનું છેલ્લું દિગ્દર્શન સાહસ ઓપરેશન પરીન્દે હતું, જેમાં અમિત સાધ મુખ્ય ભૂમિકામાં હતા. 


વર્લ્ડકપમાં અફવાઓથી દૂર રહેજો, ફેક મેસજ કરવા પર પોલીસ લેશે આ એક્શન


મોર્નિંગ વોક કરતા સમયે હાર્ટએટેક આવ્યો 
આજે રવિવારના રોજ સવારે સંજય ગઢવી લોખંડવાલા બેંકરોડ પર મોર્નિંગ વોક કરી રહ્યા હતા, ત્યારે તે સમયે તેમની છાતીમાં દુખાવો ઉપડ્યો હતો. તેના બાદ તરત તેમને નજીક કોકિલાબેન અંબાણી હોસ્પિટલમાં લઈ જવાયા હતા. પરંતુ હોસ્પટિલમાં તબીબોએ તેમને મૃત જાહેર કર્યા હતા. 


પિતા પણ ડિરેક્ટર હતા 
સંજય ગઢવીના પિતા મનુભાઈ ગઢવી ગુજરાતી ફિલ્મોના જાણીતા ડિરેક્ટર હતા. મુંબઈમાં આ ગઢવી પરિવારનું ફિલ્મોની દુનિયામાં મોટું નામ હતું. તેમનો પંકજ ઉધાસ પરિવાર અને કલ્યાણજી આણંદજી સાથે ઘરોબો છે. સંજય ગઢવીને યશરાજની ફિલ્મ્સ મેરે યાર કી શાદી હૈ થી બ્રેક મળ્યો હતો. તેના બાદ તેમણે ધૂમ ફિલ્મમાં ડિરેક્શન કર્યું. આ ફિલ્મથી અભિષેક બચ્ચન મેગા સ્ટાર તરીકે ચમક્યો હતો. સંજય ગઢવી અને અભિષેક બચ્ચન વચ્ચે સારી મિત્રતા હતા. 


સંજય ગઢવી હાલ એક વેબસીરીઝ પર કામ કરી રહ્યા હતા, આ કામ ચાલી રહ્યુ હતું તે પહેલા તેમનું હાર્ટએટેકથી નિધન થયું છે.  


આજે ભૂલથી પણ અમદાવાદના આ રસ્તાઓ પર ન નીકળતા, વર્લ્ડકપને કારણે ટ્રાફિકમાં ફસાશો