મુંબઇ: બોલીવુડ ડ્રગ્સ કેસમાં નાર્કોટિક્સ કંટ્રોલ બ્યૂરો  (Narcotics Control Bureau)એ કાર્યવાહી કરતાં જાણિતા હેર સ્ટાઇલિસ્ટ સૂરજ ગોદાંબે (Suraj Godambe)ની ધરપકડ કરી છે. NCB એ આરોપી પાસેથી 11 ગ્રામ કોકેઇન પ્રાપ્ત કર્યું છે. આરોપી સૂરજ મેકઅપ આર્ટિસ્ટ ઇંડસ્ટ્રીમાં જાણિતું નામ છે. NCB આરોપી સાથે પૂછપરછમાં કેટલાક મહત્વપૂર્ણ ખુલાસાની આશા વ્યક્ત કરી રહી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

જાણિતા બોલીવુડ પ્રોડક્શન હાઉસના HOD
સૂરજ ગોદાંબે બોલીવુડના જાણિતા પ્રોડ્ક્શન હાઉસમાં મેકઅપ ડિપાર્ટમેન્ટના હેડ છે, જેમનું માયાનગરીની મોટી હસ્તીઓ સાથે ઉઠવા બેસવાનું છે. 


એકશનમાં NCB
અત્રે ઉલ્લેખનીય છે કે તાજેતરમાં જ એનસીબી (NCB)એ અભિનેતા સુશાંત સિંહ રાજપૂત  (Sushant Singh Rajput)ના મોત સાથે જોડાયેલા  (Drugs Case)માં મુંબઇમાં ઘણી જગ્યાએ રેડ પાડવામાં આવી હતી. આ દરમિયાન ડ્રગ્સ સપ્લાય (Drug Peddler)કરનાર બે સંદિગ્ધોની ધરપકડ કરવામાં આવી છે. ધરપકડ થયેલા બે આરોપી પાસેથી 2.5 કરોડ રૂપિયાનું ચરસ મળી આવ્યું છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube