Comedian Sunil Pal Missing: લોકોને હસાવનારા પ્રખ્યાત કોમેડિયન સુનીલ પાલ વિશે ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર કોમેડિયન થોડા કલાકોથી ગાયબ છે. પત્નીએ મુંબઈના સાંતાક્રુઝ પોલીસ સ્ટેશનમાં પતિના ગુમ થવાના ફરિયાદ નોંધાવી છે. રિપોટર્સ અનુસાર સુનીલ પાલ મુંબઈની બહાર એક શોમાં પરફોર્મ કરવા ગયો હતો અને તેમણે તેની પત્નીને જાણ કરી હતી કે તે ક્યારે પરત આવશે. પરંતુ કોમેડિયનનો સંપર્ક ન થતા પત્નીએ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પોલીસે તપાસ હાથ ધરી
જો રિપોટર્સનું માનીએ તો સુનીલ પાલ જે શોમાં પરફોર્મ કરવા ગયો હતો ત્યાંથી તેઓ 3 ડિસેમ્બરના રોજ મુંબઈ પરત ફરવાનો હતો. પરંતુ સતત ફોન ટ્રાઈ કરવા છતાં પણ નોટ રીચેબલ આવે છે. જ્યાર બાદ પત્ની સરિતાએ પોલીસ સ્ટેશમાં ફરિયાદ નોંધાવવા પહોંચી હતી. હાલમાં પોલીસે આ સમગ્ર મામલાની તપાસ શરૂ કરી છે અને કોમેડિયનના ઠેકાણા વિશે તેના નજીકના લોકોને પૂછપરછ કરી રહી છે.


28 વર્ષની આ એક્ટ્રેસે આપી 15 સુપરહિટ ફિલ્મો, 8 વર્ષમાં HIT મશીન બની આ હસીના


ખૂબ જ જાણીતા કોમેડિયન
સુનીલ પાલ ખૂબ જ જાણીતા કોમેડિયન છે. આ સિવાય તેમણે વોઈસ ઓવર આર્ટિસ્ટ અને ફિલ્મોમાં પણ કામ કર્યું છે. સુનિલ પાલને 'ધ ગ્રેટ ઈન્ડિયન લાફ્ટર ચેલેન્જ' શોથી લોકપ્રિયતા મળી હતી. આ પછી તેણે ઘણી ફિલ્મોમાં પણ કામ કર્યું. આ ફિલ્મોમાં 'હમ તુમ', 'ફિર હેરા ફેરી', 'અપના સપના મની મની', 'બોમ્બે ટુ ગોવા', 'કિક', 'મેં હૂં રજનીકાંત' અને 'ડર્ટી પોલિટિક્સ'નો સમાવેશ થાય છે. તેની છેલ્લી ફિલ્મ 2018માં આવેલી 'તેરી ભાભી હૈ પાગલે' હતી.



આ અભિનેતા પણ થોડા દિવસો પહેલા થયો હતો ગુમ
જ્યાં એક તરફ સુનીલ પાલના ગુમ થવાના સમાચારે ફેન્સને પરેશાન કર્યા છે, તો બીજી તરફ થોડા મહિના પહેલા 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા' શોના ગુરચરણ સિંહ પણ ગુમ થઈ ગયા હતા. પરિવારજનોએ ગુમ થયાની પોલીસ ફરિયાદ પણ નોંધાવી હતી. જો કે, થોડા દિવસો બાદ તે પોતે ઘરે પરત ફર્યો હતો. ગુરુચરણ સિંહે 2008થી 2013 સુધી 'તારક મહેતા' શોમાં કામ કર્યું હતું.