Kinjal Dave Engagement અમદાવાદ : ગુજરાતની જાણીતી સિંગર કિંજર દવેના ચાહકોની સંખ્યા ઘણી વધારે છે. દેખાવમાં રૂપકડી એવી કિંજલનો અવાજ પણ ભારે સુરીલો છે. ત્યારે ગુજરાતી સિંગર કિંજલ દવેની સગાઈ તૂટવાના સમાચાર સામે આવ્યા છે. પાંચેક વર્ષ અગાઉ પવન જોશી સાથે કિંજલ દવેએ સગાઈ કરી હતી. પરંતુ હવે સગાઈ તૂટવાના સમાચારા વાયુવેગે ફેલાયા છે. કિંજલ દવેની સગાઈ સાટા પદ્ધતિથી કરાઈ હતી, અને આ જ કારણે તેની સગાઈ તૂટી. ત્યારે આ સાટા પદ્ધતિ શું છે તે જાણીએ. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

કેવી રીતે તૂટી કિંજલની સગાઈ
કિંજલ દવેનો જન્મ ઉત્તર ગુજરાતના પાટણના નાનકડા એવા ગામ જેસંગપરાના બ્રાહ્મણ પરિવારમાં થયો હતો. તેના ગરબા, લગ્ન ગીત, લોકડાયરો અને સંતવાણી જેવા કાર્યક્રમોએ તેને ભારે ફેમસ બનાવી દીધી છે. પાંચ વર્ષ પહેલા ચાહકોની આવી લાડલી કિંજલના સગાઈના સમાચાર મળ્યા હતા. કિંજલની સગાઈ તેના બાળપણના મિત્ર એવા પવન જોશી સાથે થઈ હતી. સાટા પદ્ધતિથી કિંજલ અને તેના ભાઈ આકાશની સગાઈ કરવામાં આવી હતી. કિંજલના ફિયોન્સ પવનની બહેન સાથે આકાશ દવેની પણ સગાઈ કરાઈ હતી. પવન જોશીની બહેને અન્ય જગ્યા એ કોર્ટ મેરેજ કરી લેતા કિંજલ દવેની પણ સગાઈ તૂટી હોવાનું સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે. 


ફેમસ ગુજરાતી સિંગર કિંજલ દવેની સગાઈ તૂટી, જાણો કેમ તૂટ્યો 5 વર્ષનો સંબંધ


શુ છે સાટા પદ્ધતિ
આજે પણ ગુજરાતમાં લગ્ન માટે સાટા પદ્ધતિનો રિવાજ છે. આ રિવાજ વર્ષોથી ચાલ્યો આવે છે. જેમાં બે પરિવારો સામસામે દીકરા-દીકરી આપવાનો વહેવાર કરે છે. જે ઘરમાં દીકરી આપવાની હોય તે પરિવારની દીકરીને વહુ તરીકે આપણા ઘરમાં લાવવી એટલે સાટા પદ્ધતિ. આ રીતમાં સામસામે લગ્ન થાય છે. એક હાથથી દીકરી આપવી અને બીજા હાથથી દીકરી લેવો એવો સાટાનો નિયમ છે. 



ગુજરાતના કયા સમાજમાં છે આ રિવાજ
આ રિવાજ જૂનો છે. જોકે, ઉત્તર ગુજરાતમાં સાટા પદ્ધતિ સૌથી વઘુ પ્રચલિત છે. જેમાં પાટીદાર સમાજ, રબારી સમાજ, પ્રજાપતિ સમાજ, નાઈ સમાજમાં આજે પણ સાટા પદ્ધતિથી લગ્નો કરાવાયા છે. 


કિંજલ દવેના ચાહકો માટે આઘાતજનક સમાચાર, તૂટી ગઈ સિંગરની સગાઈ


સાટા પદ્ધતિના ફાયદા અને ગેરફાયદા
સાટા પદ્ધતિ એક રિવાજ છે. ત્યારે અમે આ રિવાજના ફાયદા અને ગેરફાયદા જાણવાનો લોકો પાસેથી પ્રયાસ કર્યો. જેમાં જાણવા મળ્યું કે, કેટલાક સમાજમાં દીકરીઓની ઘટ છે. જેથી અનેક પરિવાર આ રીતે લગ્ન કરાવે છે. સામસામે દીકરી આપવાથી બે પરિવારો ખુશ રહે છે. પરંતુ આ સાથે જ આ રિવાજના નેગેટિવ પોઈન્ટ પણ છે. જો સાટા પદ્ધતિથી લગ્ન કર્યા બાદ કોઈનું પણ લગ્નજીવન ભાંગે, તો બીજાનું પણ આપોઆપ ભંગાય છે. બે પરિવારો વચ્ચે કડવાશ આવે છે. એકસાથે ચાર જિંદગીઓ પર અસર થાય છે. અનેક કિસ્સાઓમાં એવુ જોવા મળ્યું છે કે, સામેનું પાત્ર ગમતુ ન હોય છતાં લગ્ન કરવા પડે છે. આવામાં સંબંધોમાં કડવાશ આવે છે. 


હવસનો ભૂખ્યો નીકળ્યો સગો બાપ, આ કિસ્સો સાંભળી કાનમાંથી કીડા ખરી પડશે