Taarak Mehta Ka Ooltah Chashmah : તમને વધુ એક ઝટકો લાગી શકે છે. ટીવી સીરિયલ તારક મહેતા ઉલ્ટા ચશ્માને લઈને એક ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે. એવા સમાચાર છે કે એક બીજો કલાકાર શો છોડી રહ્યો છે. તમને જણાવી દઈએ કે અબ્દુલનું પાત્ર ભજવી રહેલા શરદ સાંકલે શો છોડવાનો નિર્ણય લીધો છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ટીઆરપીની રેસમાં આ સીરિયલે ભારે ચર્ચા જગાવી છે. દયાબેનના ગયા બાદ શોની લોકપ્રિયતા ઓછી થઈ છે પણ આજે પણ મોટો વર્ગ આ ફેમિલી સીરિયલને જુએ છે. ટીવીનો સૌથી લોકપ્રિય શો તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા (Taarak Mehta Ka Ooltah Chashmah) દરરોજ આંચકાઓનો સામનો કરી રહ્યો છે. ફ્રી પ્રેસ જર્નલના અહેવાલ મુજબ અબ્દુલનું પાત્ર ભજવતા શરદ સાંકલાએ (Sharad Sankla) પણ શો છોડવાનો નિર્ણય લીધો છે. શરદ (Sharad Sankla)છેલ્લા 16 વર્ષથી તારક મહેતા સાથે જોડાયેલા હતા. જોકે, તારક મહેતાના નિર્માતાઓએ શરદને શો છોડવા અંગે કોઈ પ્રતિક્રિયા આપી નથી. શરદ શો છોડવાની અફવા ત્યારે સામે આવી જ્યારે તે ચાલુ ટ્રેકમાં તે જોવા મળ્યો નથી. જો કે, તેણે હજુ સુધી આ અહેવાલો પર કોઈ પ્રતિક્રિયા આપી નથી.


શરદ સાંકલ 16 વર્ષ સુધી તારક મહેતા સાથે જોડાયેલા છે-
ઓટીટી પ્લેના એક અહેવાલ મુજબ, શરદ સાંકલે (Sharad Sankla) મે 2024માં કેટલાક કારણોસર શોને અલવિદા કહી દીધું હતું, જેના વિશે હજુ સુધી કોઈ માહિતી સામે આવી નથી. શરદ છેલ્લા 16 વર્ષથી આ શોનો ભાગ છે. દરમિયાન, અબ્દુલ છેલ્લા ચાર એપિસોડથી શોમાંથી ગાયબ છે. તેની શરૂઆત શનિવારના શોથી થઈ જ્યારે માધવીની ભૂમિકા ભજવી રહેલી સોનાલિકા જોશીએ કહ્યું કે અબ્દુલનો ફોન કામ કરી રહ્યો નથી અને તેણે શનિવાર સાંજથી તેની દુકાન ખોલી નથી. જેના કારણે અબ્દુલ (Sharad Sankla)અચાનક ગુમ થવાથી ગોકુલધામ સોસાયટીના સભ્યો ચિંતાતુર બન્યા છે. તેઓ અબ્દુલને શોધવા ઈન્સ્પેક્ટર ચાલું પાંડે પાસે જાય છે, પરંતુ સોસાયટીના લોકો સાથેના તેમના ભૂતકાળના અનુભવોને જોતા તેઓ તેમની મદદ કરતા નથી.


કુશ શાહ બાદ અબ્દુલે સાથ છોડ્યો-
તમને જણાવી દઈએ કે જુલાઈ 2024માં કુશ શાહે 16 વર્ષ બાદ શો છોડી દીધો છે. કુશ શોમાં ગોલી હંસરાજ હાથીની ભૂમિકા ભજવી રહ્યો હતો. તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં દિલીપ જોશી, નિર્મલ સોની, મુનમુન દત્તા, અમિત ભટ્ટ, સુનૈના ફોજદાર, સચિન શ્રોફ, મંદાર ચંદવાડકર, સોનાલિકા જોશી અને અન્ય સેલેબ્સ છે. શોની વાર્તા ગોકુલધામ સોસાયટીમાં રહેતા પરિવારોના જીવનની આસપાસ વણાયેલી છે, જ્યાં વિવિધ સંસ્કૃતિ અને પૃષ્ઠભૂમિના લોકો સાથે રહે છે. આ શો ટેલિવિઝન ઈન્ડસ્ટ્રીઝમાં બહુ ફેમસ છે. દયાબેનના ગયા બાદ શોની લોકપ્રિયતા ચરમસીમાએ છે.