બોલીવુડ અભિનેતા અક્ષયકુમાર અને ટાઈગર શ્રોફની જોડી ફિલ્મ બડે મિયા છોટે મિયાથી બોક્સ ઓફિસ પર ધમાલ મચાવવાની તૈયારી કરી રહી છે. આ ફિલ્મ ઈદની આજુબાજુ રિલીઝ કરવાની તૈયારી છે. ફિલ્મની રિલીઝ પહેલા અક્ષયકુમાર અને ટાઈગર શ્રોફ બડે મિયા છોટે મિયાના પ્રમોશનમાં લાગેલા છે. આ જ કડીમાં અક્ષયકુમાર અને ટાઈગર શ્રોફ ફિલ્મના પ્રમોશન માટે લખનઉ પહોંચ્યા હતા. પરંતુ ત્યાં ઈવેન્ટમાં માહોલ એટલો બગડી ગયો કે પોલીસે લાઠીચાર્જ કરવો પડ્યો. જાણો શું છે આ સમગ્ર મામલો. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ઈવેન્ટમાં થયો લાઠીચાર્જ
અક્ષયકુમાર અને ટાઈગર શ્રોફ પોતાની અપકમિંગ એક્શન ફિલ્મ બડે મિયા છોટે મિયાના પ્રમોશન માટે લખનઉ પહોંચ્યા હતા. આ દરમિયાન સ્ટાર્સે ત્યાં અનેક સ્ટન્ટ્સ પણ કર્યા. આ સિવાય બંને અભિનેતાઓ ધમાકેદાર ડાન્સ કરતા પણ નજરે ચડ્યા. જેને જોવા માટે ઈવેન્ટમાં ભારે સંખ્યામાં લોકો પહોંચ્યા હતા. લોકોની ભીડ એટલી ભેગી થઈ ગઈ કે તેમણે બેરિકેડ પણ તોડી નાખ્યા. ત્યારબાદ અફરાતફરી મચી ગઈ. જેને જતા પોલીસે લાઠીચાર્જ કર્યો અને ભીડને કાબૂમાં લેવામાં આવી. પરંતુ આ લાઠીચાર્જ દરમિયાન લોકોની ચપ્પલો છૂટી ગઈ અને તેનાથી લોકો નારાજ જોવા મળ્યા. લોકોએ સ્ટેજ તરફ ચપ્પલો ફેંકવાનું અને પથ્થરબાજી કરવાનું શરૂ કરી દીધુ. પરંતુ અક્ષયકુમાર અને ટાઈગર શ્રોફને સમયસર ત્યાંથી બહાર કાઢી લેવાયા. આમ માંડ માંડ બંને કલાકારો બચ્યા. આ ઈવેન્ટના અનેક વીડિયો પણ હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યા છે. 


જુઓ ઈવેન્ટનો વીડિયો


Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube