Happy Birthday Farah Khan: ફરાહ ખાનનો જન્મ 9મી જાન્યુઆરી 1965ના રોજ થયો હતો. ફરાહ ખાનને આજે 56 વર્ષ પૂર્ણ થયા છે અને 57માં વર્ષમાં પ્રવેશ કર્યો છે. ફરાહ ખાને 3 બાળકો છે. 3 બાળકો હોવા છતા 56 વર્ષની ઉંમરે પણ ફરાહ ખાન હાલ પણ કામ કરે છે. ઘરકામ કરતી સ્ત્રીઓ માટે ફરાહ ખાનની જીવન શૈલી પ્રેરણા દાયક છે.  ફરાહ ખાન એક પ્રખ્યાત કોરિયોગ્રાફર, અભિનેત્રી અને ફિલ્મ નિર્દેશક છે. તે એક કોરિયોગ્રાફર તરીકે જાણીતી બની હતી. ફરાખાને 80 થી વધુ ફિલ્મોના કેટલાય ગીતોમાં કોરિયોગ્રાફી કરી છે. ફરાહે ' મોન્સૂન વેડિંગ ', ' મેરીગોલ્ડ ' અને 'કાયદ લવ' નામની ચાઈનીઝ ફિલ્મ જેવા કેટલાક ઈન્ટરનેશનલ પ્રોજેક્ટ્સમાં પણ કામ કર્યું. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ફરાહ ખાનની માહિતી-
ફરાહ ખાનના પિતાનું નામ કામરાન ખાન છે. તેઓ સ્ટંટ ફિલ્મ મેકર હતા. ફરાખાનના માતાનું નામ મેનકા છે તે પ્રખ્યાત પટકથા લેખક હની ઈરાનીની બહેન છે. ફેમસ એક્ટર, ડિરેક્ટર, કોમેડિયન સાજિદ ખાન ફરાહ ખાનના ભાઈ છે. દિગ્દર્શક ફરહાન અખ્તર અને ઝોયા અખ્તર ફરાહ ખાનના પિતરાઈ ભાઈઓ છે. 
ફરાહ ખાનનું અંગત જીવન 


ફરાહ ખાનનું અંગત જીવન-
ફરાહે એડિટર શિરીષ કુન્દર સાથે લગ્ન કર્યા. ફરાહ ખાનને ' મેં હું ના'નું સંપાદન કર્યું હતું . આ દંપતીને 3 બાળકો છે. એક પુત્ર અને બે પુત્રી છે. પુત્રનું નામ ઝાર છે. એક પુત્રીનું નામ દિવા અને બીજી પુત્રીનું નામ અન્યા છે. આ જોડીએ ' જાન-એ-મન ', ' તીસ માર ખાન ' જેવી ફિલ્મોમાં સાથે કામ કર્યું છે. 


ફરાહ ખાનની કારકિર્દી-
ફરાહ ખાને સેન્ટ ઝેવિયર્સ સ્કૂલમાંથી સમાજશાસ્ત્રનો અભ્યાસ કર્યો છે. જ્યારે તે ભણતા હતા ત્યારે માઈકલ જેક્સનની 'થ્રિલર' ટેલિકાસ્ટ થઈ હતી અને તે તેનાથી પ્રેરિત થયા હતા. ફરાહ ખાને જાતે જ ડાન્સ શીખ્યો અને ટૂંક સમયમાં જ પોતાનું ડાન્સ ગ્રુપ બનાવ્યું. ફરાહને પહેલો બ્રેક મન્સૂર ખાનની ' જો જીતા વોહી સિકંદર'માં મળ્યો કારણ કે સરોજ ખાન ફિલ્મમાંથી બહાર થઈ ગઈ હતી. આ પછી ઘણા ગીતો આવ્યા જે રાષ્ટ્રીય હિટ બન્યા. આખરે તે શાહરૂખ ખાનને મળી અને ત્યારથી બંને ખૂબ સારા મિત્રો બની ગયા અને સાથે ખૂબ કામ કર્યું. 


પ્રોત્સાહન-
ફરાહ ખાનને પાંચ વખત શ્રેષ્ઠ કોરિયોગ્રાફી માટે ફિલ્મફેર એવોર્ડ મળ્યા છે. તેમણે ઘણા નામાંકન અને પુરસ્કારો જીત્યા છે. ' મેં હૂં ના ' ફિલ્મ હિટ રહી અને ફરાહ ખાનને ફિલ્મફેર એવોર્ડ્સમાં બેસ્ટ ડિરેક્ટર માટે નોમિનેશન મળ્યું. તેણીનું બીજું દિગ્દર્શન ફરીથી શાહરૂખ ખાન સ્ટારર ' ઓમ શાંતિ ઓમ ' હતું જે સૌથી વધુ કમાણી કરનાર હિન્દી ફિલ્મ બની. 


ફરાહ ખાનનો અભિનય-
ફરાહ ખને 2012માં બોમન ઈરાની સાથેની ફિલ્મ ' શિરીન ફરહાદ કી તો નિકલ પડી'થી અભિનયની શરૂઆત કરી હતી. 


રિયાલિટી શૉમાં કર્યું કામ-
ફરાહ ખાને સેલિબ્રિટી ચેટ શો તેરે મેરે બીચ મેં હોસ્ટ કર્યો છે. તે ઈન્ડિયન આઈડલ, એન્ટરટેઈનમેન્ટ કે લિયે કુછ ભી કરેગા, જો જીતા વોહી સુપરસ્ટાર, ડાન્સ ઈન્ડિયા ડાન્સ લિલ માસ્ટર્સ અને જસ્ટ ડાન્સ જેવા રિયાલિટી શોમાં જજ હતી. ફરાહ અને તેના પતિએ તેમની ત્રિપુટીના માનમાં 'થ્રીઝ કંપની' નામની પ્રોડક્શન કંપની શરૂ કરી છે.