નવી દિલ્હી : બોલિવૂડ એક્ટર હૃતિક રોશન અને ટાઈગર શ્રોફની એક્શન ફિલ્મ ‘વોર’ માટે ફેન્સ આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. ફિલ્મનું ટ્રેલર રિલીઝ થઈ ચૂક્યું છે અને 2 ઓક્ટોબરે ફિલ્મ રિલીઝ થવાની છે. આ ફિલ્મના ટ્રેલરમાં જબરદસ્ત એક્શન સીન જોવા મળી રહ્યા છે. આ એક્શન સીન શૂટ કરવા ખૂબ મુશ્કેલ કામ હતું અને એકવાર હાઈસ્પીડ સીન માટે પોર્ટુગલના મેઈન બ્રિજને બે દિવસ સુધી બંધ રાખવો પડ્યો હતો.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ ફિલ્મમાં એક બેહદ હાઈ-સ્પીડ એક્શન સીક્વેન્સ છે. જેને શૂટ કરવા માટે પોર્ટુગલના બ્રિજને બે દિવસ સુધી બંધ રાખવો પડ્યો હતો. ફિલ્મના ડિરેક્ટર સિદ્ધાર્થ આનંદે કહ્યું કે, હૃતિક અને ટાઈગર વચ્ચે પોર્ટો શહેરમાં પ્લાન કરાયો હતો. તેમણે જણાવ્યું, આ સીનમાં ટાઈગર હૃતિકનો પીછો કરે છે અને આ હાઈ પ્રોફાઈલ સીક્વેન્સ માટે અમે પોર્ટોના મેઈન બ્રિજને બે દિવસ સુધી બંધ કરવા માટે પ્રશાસન પાસેથી પરવાનગી લીધી હતી.


બોલિવૂડ એક્ટર હૃતિક રોશન અને ટાઈગર શ્રોફની ફિલ્મ વોરનું ટીઝર થોડા દિવસ પહેલાં રિલીઝ કરવામાં આવ્યું છે. આ ટીઝર એક્શનથી ભરપૂર છે. જેમાં હૃતિક રોશન અને ટાઈગર વચ્ચે જંગ છેડાયેલી છે. ટીઝરમાં એક્ટ્રેસ વાણી કપૂરની પણ ઝલક જોવા મળી. 53 સેકન્ડના આ ટીઝરની શરૂઆતમાં જ સ્પષ્ટ કરી દેવાયું છે કે ફિલ્મમાં હૃતિક અને ટાઈગર એકબીજાની વિરુદ્ધ છે. તેમાં બંનેને જબરજસ્ત બાઈક અને કાર એક્શન પણ જોવા મળી રહ્યા છે. વોરના ટીઝરમાં બિકીની પહેરેલી વાણી કપૂર ખૂબ હોટ લાગી રહી છે. તેના એક સીનમાં હૃતિક સાથે રોમાન્સ કરી રહી છે.


બોલિવૂડના સમાચાર જાણવા માટે કરો ક્લિક...