રિલીઝ પહેલા જ વિવાદોમાં ફસાઈ સૈફની દીકરી સારાની ‘કેદારનાથ’
ગત કેટલાક દિવસોમાં ફિલ્મનું ટીઝર અને પ્રોમ રજૂ થયા બાદ કેદારનાથના સતેરાખાલ અને તેના આસપાસના સ્થાનિક લોકોએ તેના વિરુદ્ધમાં પ્રદર્શન શરૂ કર્યાં. તેમણે ફિલ્મના પોસ્ટર, નિર્દેશક, હીરો-હીરોઈનના પૂતળા બાળ્યા હતા.
નવી દિલ્હી : પાંચ વર્ષ પહેલા કેદારનાથમાં આવેલ પ્રલયકારી પૂરની ઘટનાની પૃષ્ઠભૂમિ પર આધારિત સારા અલી ખાન અને સુશાંત સિંહ રાજપૂત સ્ટારર ફિલ્મ કેદારનાથનું ટીઝર અને પ્રોમો રિલીઝ થતા જ વિવાદોમાં ઘેરાયું છે. ફિલ્મ આગામી મહિનામાં રિલીઝ થવાની છે.
ઉત્તરાખંડમાં સ્થિત કેદારનાથ ક્ષેત્રમાં વર્ષ 2013માં આવેલ ભીષણ પૂર સાથે જોડાયેલ ઘટનાક્રમ પર આધારિત આ ફિલ્મનો કેદારનાથના તીર્થ પુરોહિતોથી લઈને રાજનીતિક દળોએ વિરોધ કર્યો છે. ફિલ્મના વિરોધમાં ઉતરેલા લોકોએ ફિલ્મના હીરો-હીરોઈન વચ્ચે બતાવેલ અંતરંગ દ્રશ્યોને ધાર્મિક આસ્થા સાથે છેડછાડ બતાવતા આપત્તિ વ્યક્ત કરી છે.
વિરોધ કરી રહેલા લોકોએ ફિલ્મની કથા પર વિરોધ વ્યક્ત કર્યો છે. તેમનું માનવુ છે કે, આ ફિલ્મ લહ જેહાદનું સમર્થન કરી રહી છે. 7 ડિસેમ્બરના રોજ રિલીઝ થઈ રહેલી અભિષેક કપૂર નિર્દેશિત આ ફિલ્મ પૂરમાં ફસાયેલી એક હિન્દુ શ્રદ્ધાળુને મુસ્લિમ દ્વારા બચાવાયા બાદ તેમના વચ્ચે પાંગરેલા પ્રેમને દર્શાવતી કહાની છે.
ઉત્તરાખંડમાં સત્તારુઢ ભારતીય જનતાપ પાર્ટી જોકે, આ વિવાદને લઈને કંઈ બોલી નથી રહી. પરંતુ તેનું માનવું છે કે, સિદ્ધાંતિક રીતે ધાર્મિક સ્થળો સાથે જોડાયેલી પરંપરાઓ અને આસ્થાઓનું પૂરતુ ધ્યાન રાખવું જરૂરી હતું અને એ પણ જોવાનું હતું કે કોઈની ભાવનાને ઠેસ ન પહોંચે.
ગત કેટલાક દિવસોમાં ફિલ્મનું ટીઝર અને પ્રોમ રજૂ થયા બાદ કેદારનાથના સતેરાખાલ અને તેના આસપાસના સ્થાનિક લોકોએ તેના વિરુદ્ધમાં પ્રદર્શન શરૂ કર્યાં. તેમણે ફિલ્મના પોસ્ટર, નિર્દેશક, હીરો-હીરોઈનના પૂતળા બાળ્યા હતા.
વિરોધમાં સામેલ સામાજિક કાર્યકર્તા ગંભીર વિષ્ટએ કહ્યું કે, એવું સ્પષ્ટ દેખાય છે કે, ફિલ્મ બનાવનારાએ હિન્દુ ધર્મની આસ્થાને દુભાવી છે. આવનારા સમયમાં જો ફિલ્મમાં આવા દ્રશ્યો ન હટાવવામા આવ્યા તો પ્રદેશ વ્યાપી આંદોલન કરવામાં આવશે. આ બાબતે ઉત્તરાખંડ પ્રદેશ ભાજપા પ્રવક્તા ડો.દેવેન્દ્ર ભસીને કહ્યું કે, સિદ્ધાંતિક દ્રષ્ટિથી ધાર્મિક સ્થળો સાથે જોડાયેલ આસ્થાઓ અને પરંપરાઓને ધ્યાનમાં જરૂર લેવી જોઈએ. એ જોવું જોઈએ કે, કોઈની લાગણી તેનાથી દુભાવી ન જોઈએ.