બોલીવુડના દિગ્ગજ કલાકારનું નિધન, સંજીવકુમારથી માંડીને સલમાન સાથે કર્યું હતું કામ
નવીન ટાકએ જણાવ્યું હતું કે `86 વર્ષના સાવન કુમાર ટાક લાંબા સમયથી ફેફસાં સંબંધિત બિમારી સાથે ગ્રસિત હતા. ગત થોડૅઅ દિવસોથી તેમને ખૂબ નબળાઇ અનુભવાતી હતી અને તેમને તાવનો અનુભવ થઇ રહ્યો હતો.
Saawan Kumar Tak Passed Away : જાણિતા ફિલ્મ નિર્માતા, નિર્દેશક, ગીતકાર અને લેખક સાવન કુમાર ટાકનું મુંબઇના કોકિલાબેન ધીરૂભાઇ અંબાણી હોસ્પિટલમાં આજે સાંજે લગભગ 4.15 વાગે નિધન થયું છે. સાવન કુમારના ભત્રી અને ફિલ્મ નિર્માતા નવીન ટાકે આ વિશે જાણકારી અપાતાં જણાવ્યું હતું કે 'ડોક્ટરોના અનુસાર હાર્ટ એટેક અને મલ્ટીપલ-ઓર્ગન ફેલિયરના લીધે તેમનું નિધન થયું છે.
નવીન ટાકએ જણાવ્યું હતું કે '86 વર્ષના સાવન કુમાર ટાક લાંબા સમયથી ફેફસાં સંબંધિત બિમારી સાથે ગ્રસિત હતા. ગત થોડૅઅ દિવસોથી તેમને ખૂબ નબળાઇ અનુભવાતી હતી અને તેમને તાવનો અનુભવ થઇ રહ્યો હતો. અમને લાગ્યું કે તેમને ન્યૂમોનિયા થયો હશે, પરંતુ હોસ્પિટલમાં ભરતી કર્યા બાદ ખબર પડી કે તેમના ફેફસાં ખરાબ થઇ ગયા છે. આઇસીયૂમાં સારવાર માટે ભરતી સાવન કુમારનું હદય યોગ્ય રીતે કામ કરી રહ્યું નથી. એવામાં તેમની સ્થિતિ ખૂબ નાજુક હતી.'
મીના કુમારી સાથે બનાવી હતી ફિલ્મ
તમને જણાવી દઇએ કે પોતાના ચાર દાયકાથી લાંબા કેરિયરમાં સંજીવ કુમારથી માંડીને સલમાન ખાન જેવા મોટા મોટા સ્ટાર સાથે કામ કર્યું હતું. સાવન કુમાર ટાકે એક નિર્માતા તરીકે પોતાની પહેલી ફિલ્મ નૌનિહાલ બનાવી હતી, જેમાં સંજીવ કુમારે પણ એક મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી. સાવન કુમાર ટાકે એક નિર્દેશક તરીકે પોતાની પહેલી ફિલ્મ અભિનેત્રી મીના કુમારી સાથે બનાવી હતી જે 1972 માં રિલીઝ થઇ હતી અને ફિલ્મનું નામ હતું ગોમતી કે કિનારે. તેમણે સંજીવ કુમાર, મીના કુમારી ઉપરાંત રાજેશ ખન્ના, જીતેન્દ્ર, શ્રીદેવી, જયા પ્રદા, સલમાન ખાન જેવા મોટા સ્ટાર સાથે કામ કરી મોટી મોટી હિટ ફિલ્મો આપી હતી.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube