VIDEO : રાહુલ ગાંધી પર આવી રહી છે ફિલ્મ, ચૂંટણી પહેલાં ટીઝરમાં કહ્યું કે - `હા, હું હારી ગયો`

કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીના જીવન પર કેન્દ્રિત `માય નેમ ઇઝ રાગા` નામની એક ફિલ્મ બનાવવામાં આવી રહી છે
નવી દિલ્હી : કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીના જીવન પર કેન્દ્રિત 'માય નેમ ઇઝ રાગા' નામની એક ફિલ્મ બનાવવામાં આવી રહી છે. ફિલ્મના ડિરેક્ટર રૂપેશ પાલે એક નિવેદનમાં કહ્યું છે કે આ ફિલ્મનો હેતુ રાહુલની મહિમા ગાવાનો નથી. આ એક એવી વ્યક્તિની વાર્તા છે જેના પર હાસ્યાસ્પદ હુમલા કર્યા અને આમ છતાં તેણે જબરદસ્ત કમબેક કર્યું.