નવી દિલ્હી : બોલિવૂડના દિગ્ગજ અભિનેતા અમિતાભ બચ્ચન અને એક્ટ્રેસ તાપસી પન્નુને ચમકાવતી બદલા આજે થિયેટરમાં રિલીજ થઈ ગઈ છે. આ ફિલ્મને શાહરૂખની કંપની રેડ ચિલી એન્ટરટેઇનમેન્ટ દ્વારા પ્રોડ્યુસ કરવામાં આવી છે. આ ફિલ્મને સુજોય ઘોષે ડિરેક્ટ કરી છે. અમિતાભ બચ્ચન અને તાપસી પન્નુની જોડી પિંક પછી બદલામાં જોવા મળી રહી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

શું છે વાર્તા?
નૈના (તાપસી પન્નુ) પર અર્જુન (ટોની લ્યુક)ની હત્યા કરવાનો આરોપ છે. તેનો વકીલ (માનવ કૌલ) સિનિયર એડવોકેટ બાદલ ગુપ્તા (અમિતાભ બચ્ચન)ની આ કેસ સોલ્વ કરવામાં મદદ માંગે છે. આ સમયગાળામાં નૈના અમુક એવા ખુલાસા કરે છે જે આ મર્ડર મિસ્ટ્રીની બાજી પલટી નાખે છે.


આ ફિલ્મ સ્પેનિશ ફિલ્મ ધ ઈનવિઝિબલ ગેસ્ટ ડઝ નોટ મેટર ટૂ મચની રિમેક છે. અમિતાભ બચ્ચન અને તાપસી પન્નુએ તેમાં જબરદસ્ત પરફોર્મન્સ આપ્યું છે. મોટા ભાગની ફિલ્મ નૈના અને બાદલ આ બે પાત્ર પર આધારિત છે. બંને અર્જુનનું મર્ડર કેવી રીતે થયું તે વાતચીતથી સમજવાની કોશિશ કરે છે. આ ફિલ્મમાં ડાયલોગ્સ મહત્વના છે. તેના થકી જ તમને ફિલ્મ વિષે વધુ જાણવા મળશે. સાદી ભાષામાં બદલા એ આરોપી અને તેના વકીલ વચ્ચેની વાતચીત છે. આ બંને પાત્ર સચ્ચાઈ છુપાવીને રાખે છે અને એટલે જ આ ફિલ્મ ધીમે ધીમે વધુ રસપ્રદ થતી જાય છે. 


કેવી છે એક્ટિંગ?
ફિલ્મ પિંક પછી ફરી એકવાર અમિતાભ અને તાપસીની જોડી પડદા પર જોવા મળી છે અને તે ચોક્કસ તમારું દિલ જીતી લેશે. પિંકમાં પણ બંને વચ્ચે આરોપી અને વકીલનો સંબબંધ જોવા મળ્યો હતો પરંતુ બદલામાં બંને નવા અવતારમાં જોવા મળે છે. તાપસીના પાત્રમાં ઘણા શેડ્સ છે. આ ફિલ્મમાં બંનેએ પોતાના પાત્રને સારી રીતે ન્યાય આપ્યો છે. 


જોવાય કે નહીં?
જો તમે સસ્પેન્સ ફિલ્મના ચાહક હો તો ચોક્કસ જોવાય. ફિલ્મની વાર્તા અને એક્ટિંગ જકડી રાખશે. 


બોલિવૂડના સમાચાર જાણવા માટે કરો ક્લિક...