નવી દિલ્હી: આ વખતે પંગો કંગના રનૌતે લીધો છે અને તેમાં તેણે પૂરેપૂરી રીતે જીત પણ મેળવી છે. ફિલ્મ પંગામાં એક માતા અને તેના સંઘર્ષની કહાની ખુબ સુંદર રીતે દર્શાવવામાં આવી છે. એક માતા કેવી રીતે પોતાની જવાબદારીઓ વચ્ચે પોતાના સપનાને પૂરા કરે છે અને આ દરમિયાન તે કેવી કેવી સમસ્યાઓનો સામનો કરે છે. આ ફિલ્મમાં આ જ વસ્તુને દર્શાવવાની ડાઈરેક્ટર અશ્વિની ઐય્યર તિવારીએ કોશિશ કરી છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

વાર્તા
ફિલ્મની વાર્તા ભોપાલથી શરૂ થાય છે. ભોપાલમાં મિડલ ક્લાસ ફેમિલીમાં રહેતી જયા નિગમ (કંગના રનૌત) અને તેના પરિવારથી વાર્તા શરૂ થાય છે. જયા તેના પતિ પ્રશાંત (જસ્સી ગિલ) અને પુત્ર આદિ (યજ્ઞ ભાસિન) સાથે રહે છે. જયા અને પ્રશાંત બંને ભારતીય રેલવેમાં નોકરી કરે છે. નોકરીની સાથે જયા એક માતા, પત્ની અને હાઉસવાઈફ છે. જયાને એ વાતનું હંમેશા દુ:ખ થયા કરતું હોય છે કે આખરે કોઈ તેને કબડ્ડી પ્લેયર તરીકે કેમ કોઈ ઓળખતું નથી. એક સમયે કબડ્ડીની ટીમની કેપ્ટન રહી ચૂકેલી જયા પરિવારની જવાબદારીઓના કારણે પોતાના સપનાના દરવાજા બંધ કરી ચૂકી છે. રેલવે સ્ટેશન પર ટિકિટ માસ્ટરની નોકરી કરનારી જયા જ્યારે કોઈ કબડ્ડીના ખેલાડીઓને જુવે તો તેમની પાસે દોડી જાય અને તેમને બતાવવાની કોશિશ કરે કે એક સમયે તે પણ કબડ્ડી રમતી હતી. કબડ્ડી પ્લેયર હોવા છતા કોઈ પણ છોકરી જયાને ઓળખી શકતી નથી ત્યારે જયાને તે વાત મનમાં લાગી જાય છે. આખરે જયા આ બધુ પતિને જણાવે છે. પરંતુ ફિલ્મમાં ટ્વીસ્ટ ત્યારે આવે છે જ્યારે જયાનો પુત્ર આદિ પોતે પોતાની માતાને કબડ્ડીમાં પાછા ફરવાનું કહે છે. અહીંથી શરૂ થાય છ એક માતાના કમબેકની વાર્તા. લગભગ 7 વર્ષ બાદ જયા કબડ્ડીમાં વાપસી કરે છે. આ દરમિયાન જયાનો પતિ અને પુત્ર તેને ખુબ સપોર્ટ કરે છે. પરંતુ કેટલીક પરેશાનીઓ પણ આવે છે. કબડ્ડીમાં વાપસી દરમિયાન જ જયાની મુલાકાત તેની ખુબ સારી અને જૂની સખી મીનુ (ઋચા ચઢ્ઢા) સાથે મુલાકાત  થાય છે. મીનુ જયાને કેવી રીતે કબડ્ડી માટે તૈયાર કરે છે અને કેવી રીતે તે ફરીથી કબડ્ડી ચેમ્પિયન બને છે તે બધુ ફિલ્મમાં દર્શાવવામાં આવ્યું છે.


સ્ટાર કાસ્ટ: કંગના રનૌત, જસ્સી ગિલ, ઋચા ચઢ્ઢા, નીના ગુપ્તા
ડાઈરેક્ટર : અશ્વિની અય્યર તિવારી
નિર્માતા: ફોક્સ સ્ટાર સ્ટુડિયોઝ
સ્ટાર: 4


એક્ટિંગ: બધાએ કામ સારું કર્યુ છે પરંતુ કંગનાના જેટલા પણ વખાણ કરીએ તેટલા ઓછા છે. કંગનાની એક્ટિંગ જોઈને વારંવાર સીટી વગાડવાનું મન કરે છે. કંગનાની એક્ટિંગ તેનો એક એક ડાઈલોગ ખુબ જ નેચરલ લાગે છે. સિંપલ લૂકમાં દેખાતી કંગના ફિલ્મમાં જયાના દરેક પળને મહેસૂસ કરે છે અને તેની ભૂમિકાને સંપૂર્ણ રીતે જીવે છે. ફિલ્મમાં જસ્સી ગિલનો સાદગીભર્યો અંદાજ મનને સ્પર્શી જાય છે. કંગના અને જસ્સીની સોફ્ટ રોમેન્ટિક કેમેસ્ટ્રી મનને ભાવે છે અને ક્યાંકને ક્યાં તમને સૂલુની વિદ્યા બાલનની યાદ અપાવે છે. ફિલ્મમાં નીના ગુપ્તા પણ છે. ઋચા ચઢ્ઢાના પણ જેટલા વખાણ કરીએ તેટલા ઓછા છે. ઋચા જ્યારે પણ સ્ક્રિન પર આવે છે ત્યારે હસાવીને જાય છે. ફિલ્મમાં એક પાત્ર એવું પણ છે જે જ્યારે પણ સ્ક્રિન પર આવે છે ત્યારે સૌથી વધુ સીટીઓ વાગે છે અને તે બીજુ કોઈ નહીં પરંતુ કંગનાનો પુત્ર બનેલો ચાઈલ્ડ એક્ટર યજ્ઞ ભસીન છે. 


ડાઈરેક્શન
નિલ બટા સન્નાટાઅને બરેલી કી બરફી જેવી ફિલમો બનાવનારા અશ્વિનીએ આ વખતે પણ બતાવી દીધુ કે દર્શકોના મન જીતતા તેમને સારી પેઠે આવડે છે. અશ્વિનીનું ડાઈરેક્શન ગજબ છે. સંબંધો, સપના અને પ્રેમથી સજેલી આ ફિલ્મને અશ્વિનીએ સુંદર રીતે પડદે ઉતારી છે. માતાના સપના અને તેના દરેક પળને અશ્વિનીએ દમદાર બનાવી છે. એક માતા અને તેના સપના અને સંઘર્ષની વાતાને દર્શકો સામે રજુ કરી છે. આ પરીક્ષામાં તે પૂરેપૂરી રીતે ટોપ કરે છે. અશ્વિની અય્યર તિવારીએ નિખિલ મલ્હોત્રા સાથે મળીને શાનદાર ડાઈલોગ્સ લખ્યા છે. ફિલ્મના સ્ક્રીનપ્લેની જવાબદારી નીતેશ તિવારીએ લીધી અને તેઓ પણ બધાના મન જીતે છે. 


જુઓ LIVE TV



સંગીત 
શંકર અહેસાન લોયે આ ફિલ્મમાં સંગીત આપ્યું છે. ફિલ્મની વાર્તા પ્રમાણે ગીતો સારા છે. ફિલ્મના ગીતો જાવેદ અખ્તરે લખ્યા છે. બધા ગીતો વાર્તાના દરેક ભાવને પડદા પર દેખાડે છે. 


નબળી કડી
ફિલ્મમાં કેટલીક નબળી કડી પણ છે. કેટલાક સીન્સમાં ફિલ્મ નબળી લાગે છે. જો કે દમદાર પાત્રોના કારણે આ નબળાઈ છૂપાઈ જાય છે. ફિલ્મની લંબાઈ થોડી ઓછી કરી શકાય તેમ હતી.