નવી દિલ્હી : પ્રજાસત્તાક દિવસના પર્વ વખતે બોલિવૂડ એક્ટ્રેસ કંગના રનૌતે તેના ચાહકોને મોટી ગિફ્ટ આપી છે. આ ગિફ્ટ છે ફિલ્મ 'મણિકર્ણિકા : ધ ક્વિન ઓફ ઝાંસી'. કંગનાએ ઝાંસીની રાણીના જીવનને દમદાર રીતે મોટા પડદા પર ઉતારી છે. આ ફિલ્મમાં કંગના સિવાય અતુલ કુલકર્ણી, જિશુ સેનગુપ્તા, સુરેશ ઓબેરોય, ડેની અને અંકિતા લોખંડે પણ મહત્વના રોલમાં છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

VIDEO : જબરદસ્ત છે 'ભારત'નું ટીઝર, 1.26 મિનિટમાં જ સલમાન જીતી લેશે દિલ


કેવી છે એક્ટિંગ ?
રાની લક્ષ્મીબાઈના સાહસ અને બલિદાનને દર્શાવતી 'મણિકર્ણિકા : ધ ક્વિન ઓફ ઝાંસી'માં રાની લક્ષ્મીબાઈની શોર્યગાથાને પડદા પર શાનદાર રીતે દર્શાવવામાં આવી છે. કંગનાએ જબરદસ્ત એક્ટિંગ તો કરી જ છે પણ ડિરેક્ટર તરીકેના પ્રયાસને પણ સારો ન્યાય આપ્યો છે. આ સિવાય 10 વર્ષ પછી ટીવીના પડદા પરથી બોલિવૂડમાં આવનાર અંકિતા લોખંડે પણ ઝલકારી બાઈના રોલમાં બધાનું ધ્યાન ખેંચવામાં સફળ સાબિત થઈ છે. 


શું છે ખાસ?
પ્રજાસત્તાક દિવસના પર્વને સેલિબ્રેટ કરવા માટે રિલીઝ કરવા માટે બનાવવામાં આવેલી ફિલ્મ દેશભક્તિથી ભરપુર છે. આ ફિલ્મને થિયેટરમાં જોવાથી જોશથી ભરાઈ જશો. 'મણિકર્ણિકા : ધ ક્વિન ઓફ ઝાંસી'નું ટ્રેલર બહુ લોકપ્રિય થયું છે એટલે ઝી સ્ટુડિયોએ એને વધારેમાં વધારે સ્ક્રીન પર રિલીઝ કરવાના પ્રયાસ કર્યા છે. આ ફિલ્મને ભારતમાં 3000 સ્ક્રીન પર અને વિશ્વના 50 દેશોમાં 700 સ્ક્રીન પર રિલીઝ કરવામાં આવી છે. 


આ છે નબળી કડી
'મણિકર્ણિકા : ધ ક્વિન ઓફ ઝાંસી'નો સ્ક્રિનપ્લે પ્રમાણમાં નબળો છે. જો એના પર થોડું વધારે કામ કરવામાં આવ્યું હોત તો ફિલ્મને વધારે મજબૂત બનાવી શકાવી હોત. 


બોલિવૂડના સમાચાર જાણવા માટે કરો ક્લિક...