મુંબઈઃ શાહરૂખ ખાનની બહુપ્રતિક્ષીત ફિલ્મ 'ZERO'નું ટ્રેલર કિંગ ખાનના જન્મદિવસ 2 નવેમ્બરના રોજ એક વિશેષ ઈવેન્ટમાં લોન્ચ કરાયું હતું. આ ઈવેન્ટમાં શાહરૂખ ઉપરાંત ફિલ્મની બંને અભિનેત્રી અનુષ્કા શર્મા અને કેટરીના કૈફ પણ હાજર રહી હતી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ ફિલ્મનું દિગ્દર્શન આનંદ.એલ. રાય દ્વારા કરવામાં આવ્યું છે. આ ફિલ્મમાં સલમાન ખાન પણ એક વિશેષ ભૂમિકામાં દેખાવાનો છે. કેટરીના કૈફ અને અનુષ્કા શર્મા સાથે આ અગાઉ શાહરૂખ 'જબ તક હૈ જાન' ફિલ્મમાં કામ કરી ચૂક્યો છે. 


'ઝીરો'ના ટ્રેલરની શરૂઆતમાં બબુઆના પાત્રમાં દેખાતો શાહરુખ પોતાનાં લગ્ન માટે છોકરી શોધતો હોય છે. ઠીંગણું કદ ધરાવતો બબુઆ પોતાનાં લગ્ન માટે જે છોકરી એટલે કે અનુષ્કા શર્માને મળવા પહોંચે છે તે વ્હીલચેર પર બેસેલી જોવા મળે છે. તેમ છતાં તે
તેને પ્રેમ કરવા લાગે છે. 


[[{"fid":"188627","view_mode":"default","fields":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false},"type":"media","field_deltas":{"1":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false}},"link_text":false,"attributes":{"class":"media-element file-default","data-delta":"1"}}]]


ત્યાર બાદ બબુઆ બોલે છે કે, 'ઝિંદગી કાટની કિસે થી...' અને પછી એન્ટ્રી થાય છે કેટરિના કૈફની. 


તમે પણ જૂઓ ફિલ્મ ZEROનું ટ્રેલર...



શાહરૂખ ખાનની આ ફિલ્મનું ટ્રેલર અનોખા અંદાજમાં લોન્ચ કરાયું છે. આ ટ્રેલર મુંબઈમાં વડાલાના આઈમેક્સમાં લોન્ચ કરાયું હતું. ફિલ્મમાં ઘણો બધો સમય મેરઠ શહેર દેખાડવામાં આવ્યું છે અને ફિલ્મમાં શાહરુખના પાત્રનું નામ પણ બબુઆ છે. 


આ બાબતને ધ્યાનમાં રાખીને જ ટ્રેલર લોન્ચના પ્રસંગે મેરઠનું લોકેશન બનાવામાં આવ્યું હતું અને એક મેળો પણ ગોઠવવામાં આવ્યો હતો. 


[[{"fid":"188628","view_mode":"default","fields":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false},"type":"media","field_deltas":{"2":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false}},"link_text":false,"attributes":{"class":"media-element file-default","data-delta":"2"}}]]


ઉલ્લેખનીય છે કે, આજે શાહરૂખ ખાનનો 53મો જન્મદિવસ છે. આ પ્રસંગે મેકર્સે ફિલ્મનું ટ્રેલર લોન્ચ કરવાનું આયોજન કર્યું હતું. એક દિવસ પહેલા જ બે પોસ્ટર રિલીઝ કરાયા હતા, જેમાં શાહરૂખ ખાન કેટરીના અને અનુષ્કા શર્મા સાથે દેખાઈ રહ્યો છે.