નવી દિલ્હીઃ બોલીવુડ અભિનેતા ઋૃતિક રોશનની મચ અવેટેડ ફિલ્મ 'સુપર 30' બોક્સ ઓફિસ પર છવાય ગઈ છે. ફિલ્મ રિલીઝ થયાના ચાર દિવસમાં ઘણી કમાણી કરી લીધી છે. ઋૃતિકના ફેન્સ અને ક્રિટિક્સ અભિનેતાના અભિનયની પ્રશંસા કરતા થાકી રહ્યાં નથી. આ વચ્ચે જાણીતા ફિલ્મમેકર શેખર કપૂરે પણ ફિલ્મ જોયા બાદ ઋૃતિકની પ્રશંસા કરતા પોતાના ટ્વીટર એકાઉન્ટ પર એક ઇમોશનલ પોસ્ટ કરી છે. 


શેખરે પોતાની પોસ્ટમાં લખ્યું છે કે હિન્દી ફિલ્મોને સિનેમાહોલમાં જોવાની પોતાની મજા છે. મેં ચુપચાપ થિએટરમાં બેસીને ફિલ્મ જોઈ અને આશા કરી કે મારા વહેતા આંસુને કોઈ ન જોઈલે. સુપર 30 મારા માટે તે ફિલ્મ બની. આ ખુબ અલગ ફિલ્મ છે અને ઋૃતિકની એક્ટિંગે મને ભાવુક કરી દીધો છે. 


વાંચો બોલીવુડના અન્ય સમાચાર