Kaali Movie Controversy: ફિલ્મ કાલીના પોસ્ટર પર લાગ્યો વિવાદનો કલંક, પ્રચાર માટે ધાર્મિક ભાવનાઓ દુભવી
Kaali Poster Controversy: ફિલ્મ મેકર લીના મણિમેકલાઈની અપકમિંગ ડોક્યુમેન્ટ્રી ફિલ્મ કાલીના વિવાદિત પોસ્ટરને લઇને આ ફિલ્મ મેકરે નારાજગી વ્યક્ત કરી છે.
Kaali Controversial Poster: ફિલ્મ મેકર લીના મણિમેકલાઈની અપકમિંગ ડોક્યુમેન્ટ્રી ફિલ્મ કાલીના પોસ્ટરે નવો વિવાદ ઉભો કર્યો છે. સોશિયલ મીડિયા પર આ ફિલ્મનો વિરોધ કરવામાં આવી રહ્યો છે. આ દરમિયાન એક જાણીતા ફિલ્મ મેકરે કાલી ફિલ્મના આ વિવાદિત પોસ્ટર સામે વાંધો ઉઠાવ્યો છે અને પોતાનો અભિપ્રાય શેર કર્યો છે. આ પોસ્ટમાં કાલી માતાને સિગરેટ પીતા બતાવવામાં આવ્યા છે.
કાલીના પોસ્ટર પર ભડક્યા અશોક પંડિત
જેવું લીના મણિમેકલાઈની શોર્ટ ફિલ્મ કાલીનું પોસ્ટર રીલિઝ કરવામાં આવ્યું. ત્યારબાદથી તેના વિરૂદ્ધ જનઆક્રોશ જોવા મળી રહ્યો છે. આ વચ્ચે બોલીવુડના જાણીતા ફિલ્મ મેકર અશોક પંડિતે પણ રોષ વ્યક્ત કર્યો છે. અશોક પંડિતે તેમના ઓફિશિયલ ટ્વિટર હેન્ડલ પર ટ્વીટ કરી લખ્યું છે કે, શું હવે સુપ્રીમ કોર્ટ જેમના તરફથી તાજેતરમાં ઉદયપુર હિંસામાં મરનાર કન્હૈયા લાલની હત્યા માટે નુપુર શર્માને દોષિત ઠહેરાવ્યા હતા. એવામાં એક ફિલ્મ નિર્માતા સામે કોઈ પ્રતિક્રિયા આપવામાં આવી નહીં. જેમણે હિન્દુ દેવી કાલી માતાને ગાળ આપી છે, શું હવે તેમને જેલ મોકલવામાં આવશે નહીં.
Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube