નવી દિલ્હીઃ બોલીવુડ અભિનેત્રી કંગના રનૌત (Kangana Ranaut) વિરુદ્ધ પશ્ચિમ બંગાળના ઉલ્ટાડાંગામાં  FIR દાખલ કરાવવામાં આવી છે. કંપના પર પશ્ચિમ બંગાળમાં હિંસા ભડકાવવાનો આરોપ લગાવવામાં આવ્યો છે. ટીએમસી નેતા (Trinamool Congress) ઋજુ દત્તા દ્વારા દાખલ કરવામાં આવેલી એફઆઈઆરમાં લખવામાં આવ્યું છે કે કંગનાએ પશ્ચિમ બંગાળમાં નફરતનો માહોલ પેદા કરવાનો પ્રયાસ કર્યો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

હિંસા ભડકાવવાનો આરોપ
ઋુજુ દ્વારા પોલીસને આપવામાં આવેલી ફરિયાદમાં તેના સત્તાવાર ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટની લિંક આપતા લખ્યું કે, કંગના (Kangana Ranaut) એ પોતાના વેરિફાઇડ ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટથી અનેક ઓફેન્સિવ પોસ્ટ કરી જેને તેણે પોતાના સ્ટોરી સેક્શનમાં દર્શાવી છે. બકૌલ ઋજુ કંગનાએ પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીની છબી બગાડવાનો પ્રયાસ કર્યો અને તેમના પર ગંભીર આરોપ લગાવ્યો છે. 


Kangana Ranaut નું ટ્વિટર બંધ થતાં ખુશ થઈ રાખી સાવંત, કહી આ વાત


પૂરાવામાં આપી તસવીરો
વાત કરીએ કંગના વિરુદ્ધ દાખલ કરાવવામાં આવેલી એફઆઈઆરની તો તેની સાથે ઋજુએ તે તસવીરો અને સ્ક્રીનશોટ પણ પોલીસ સ્ટેશનમાં જમા કરાવ્યા છે, જેને કંગનાએ પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર પોસ્ટ કરી હતી. મહત્વનું છે કે બંગાળ ચૂંટણી દરમિયાન કંગના ભાજપનું સમર્થન કરતી જોવા મળી હતી. તેમણે મમતા બેનર્જી વિરુદ્ધ વિવાદાસ્પદ લખાણ પણ લખ્યું હતું. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube