Poonam Pandey: ઇન્ડસ્ટ્રીની જાણીતી મોડલ અને એક્ટ્રેસ પૂનમ પાંડેએ પોતાના ઈંસ્ટાગ્રામ એકાઉન્ટ પર પોતાના જ મોતની ખોટી અફવા ફેલાવી હતી. મોતની ખબર શેર કર્યાના એક દિવસ પછી પૂનમ પાંડે એક વિડિયો શેર કરી અને જણાવ્યું કે તે જીવે છે અને આ ખોટી વાત તેણે કેન્સર જેવી બીમારી પ્રત્યે જાગૃતતા ફેલાય તે માટે કરી હતી. જોકે પૂનમ પાંડે ગમે તે કહે પરંતુ તેણે કરેલા આ સ્ટંટ પછી તેના ચાહકો થી લઈને ઇન્ડસ્ટ્રીના સેલિબ્રિટી પણ તેનાથી નારાજ છે. દરેક વ્યક્તિ પૂનમ પાંડેની આ હરકતને ખૂબ જ ખરાબ ગણાવી રહી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ પણ વાંચો: Black Movie: 19 વર્ષ પછી આ ઓટીટી પર રિલીઝ થઈ અમિતાભ બચ્ચન-રાની મુખર્જીની ફિલ્મ બ્લેક


તેવામાં હવે પૂનમ પાંડે વધુ એક મુસીબતમાં ફસાઈ ગઈ છે. એક રિપોર્ટ અનુસાર એક વકીલ દ્વારા પૂનમ પાંડે વિરુદ્ધ એફઆઇઆર નોંધાવવામાં આવી છે. જેમાં મોતની ખોટી ખબર ફેલાવવા મામલે અભિનેત્રી અને તેની મેનેજર નિકિતા શર્મા વિરુદ્ધ કેસ નોંધવામાં આવ્યો છે. 


આ પણ વાંચો: અનુષ્કા શર્મા-વિરાટ કોહલી ફરી એકવાર બનશે માતાપિતા, જાણીતા ક્રિકેટ સ્ટારે આપી જાણકારી


પૂનમ પાંડે ઈંસ્ટાગ્રામ પરથી એક પોસ્ટ શેર કરી હતી જેમાં લખવામાં આવ્યું કે પૂનમ પાંડેનું સર્વાઇકલ કેન્સરના કારણે 32 વર્ષની ઉંમરમાં મોત થઈ ગયું છે. તેની મેનેજર એ પણ એ વાતની પુષ્ટિ કરી કે અભિનેત્રીનું મોત થઈ ગયું છે જેને કારણે લોકો આ અફવાને સાચી માની બેઠા. પરંતુ બીજા દિવસે પૂનમ પાંડે એક વીડિયો શેર કર્યો અને જણાવ્યું કે તેણે કેન્સર અવેરનેસ માટે આ કામ કર્યું હતું. જો કે લોકો તેને પબ્લિસીટી સ્ટંટ કહી રહ્યા છે. અને તેના માટે પૂનમ પાંડેની આલોચના પણ કરી રહ્યા છે. 


આ પણ વાંચો: કોઈએ નોટિસ ન કરી પણ મન્નારા ચોપડા પ્રિયંકા સાથે કરી ચુકી છે કામ, વાયરલ થયો આ Video


પૂનમ પાંડે આ પોસ્ટ પછી એક વીડિયો શેર કર્યો અને જણાવ્યું કે તેણે સર્વાઇકલ કેન્સર પ્રત્યે લોકો જાગૃત થાય તે માટે તેણે પોતાનું મોત થયું છે તેવું નાટક કર્યું હતું. જોકે હવે આ નાટક પૂનમ પાંડેને ભારે પડશે કારણકે તેના વિરુદ્ધ એફઆઇઆર નોંધવામાં આવી છે.