FIR Against Producer-Director Of Adipurush: ફિલ્મ આદિપુરુષની સમસ્યાઓ અટકવાનું નામ નથી લઈ રહી. રામનવમીના દિવસે આ ફિલ્મનું નવું પોસ્ટર રિલીઝ કરવામાં આવ્યું અને હવે આ પોસ્ટરને લઈને વિવાદ શરૂ થયો છે. આ વખતે આદિપુરુષ ફિલ્મના ડાયરેક્ટર ઓમ રાઉત અને પ્રોડ્યુસર ભૂષણ કુમાર વિરુદ્ધ મુંબઈ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. આ ફરિયાદ હિન્દુ માઇથોલોજીના પાત્રને યોગ્ય રીતે ન દર્શાવવા અને લોકોને ધાર્મિક ભાવનાને આહત કરવાના મામલે નોંધાય છે. સનાતન ધર્મના પ્રચારક સંજય દીનાનાથ તિવારી નામના એક વ્યક્તિએ આ ફરિયાદ નોંધાવી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ પણ વાંચો: 


OTT પર આ સપ્તાહમાં મળશે મનોરંજનનો હેવી ડોઝ, રિલીઝ થશે દમદાર સીરીઝ


પરિણીતી-રાઘવની સગાઈ થશે આ અઠવાડિયે જ ! દિલ્હીમાં થઈ રહી છે રિંગ સેરેમની તૈયારીઓ


કિશોર કુમારની 23 વર્ષ નાની ત્રીજી પત્ની પર મિથુન ચક્રવર્તીનું આવી ગયું દિલ અને પછી,,


તેમણે પોતાની ફરિયાદમાં કહ્યું છે કે આદિપુરુષ ફિલ્મ પવિત્ર ગ્રંથ રામચરિતમાનસના મર્યાદા પુરુષોત્તમ શ્રીરામના જીવન પર આધારિત છે. તાજેતરમાં જ આ ફિલ્મનું જે પોસ્ટર રિલીઝ કરવામાં આવ્યું છે તેમાં રામાયણના બધા જ પાત્રો જનોઈ વિના જોવા મળે છે. જેનું હિન્દુ ધર્મમાં વિશેષ મહત્વ છે. સાથે જ સીતાના પાત્રમાં કૃતિ સેનન જોવા મળે છે જેના સેંથામાં સિંદૂર નથી. આ મામલે પણ તેમણે આપત્તિ વ્યક્ત કરી છે કે પોસ્ટરમાં કૃતિ સેનનને અવિવાહિક મહિલા તરીકે દર્શાવવામાં આવી છે. જે સનાતન ધર્મનું અપમાન છે. આ મુદ્દાઓને લઈને તેમણે ફિલ્મના પ્રોડ્યુસર અને ડાયરેક્ટર વિરુદ્ધ અલગ અલગ કલમ હેઠળ ફરિયાદ નોંધાવી છે.


મહત્વનું છે કે આદિપુરુષ ફિલ્મના મેકર્સે રામનવમીના શુભ દિવસે ફિલ્મનું નવું પોસ્ટર રિલીઝ કર્યું હતું. આદિપુરુષ ફિલ્મને લઈને આ પહેલા પણ વિવાદ થઈ ચૂક્યો છે. ગત વર્ષે આ ફિલ્મનું ટીઝર રિલીઝ કરવામાં આવ્યું હતું. જેને લઈને પણ વિવાદ થયો હતો. ત્યાર પછી સેફ અલી ખાનના રાવણના લૂકને લઈને પણ લોકોએ આપત્તિ વ્યક્ત કરી હતી. ત્યાર પછી ફિલ્મમાં ઘણા બધા ફેરફાર કરવા પડ્યા હતા. ત્યારે હવે વધુ એક વિવાદ શરૂ થયો છે. ઉલ્લેખનીય છે કે આદિપુરુષ ફિલ્મ 16 જુન 2023 ના રોજ સિનેમા ઘરોમાં રિલીઝ થશે.