Elvish Yadav Rave Party: ઉત્તર પ્રદેશના નોઈડાથી ખુબ મોટા સમાચાર આવી રહ્યા છે. જ્યાં બિગ બોસ વિજેતા એલ્વિશ યાદવ પર નોઈડામાં રેવ પાર્ટી આયોજિત કરાવવાનો આરોપ લાગ્યો છે. એલ્વિશ પર આ પાર્ટીઓમાં પ્રતિબંધિત કોબ્રા સાપનું ઝેર અને વિદેશી છોકરીઓ બોલાવવાના આરોપ હેઠળ એફઆઈઆર નોંધાઈ છે. નોઈડા પોલીસે આ પાર્ટીઓના સ્ટિંગ ઓપરેશન દરમિયાન તેમની ગેંગના 5 સભ્યોની ધરપકડ કરી છે. આ કેસમાં એલ્વિશ યાદવ સહિત 6 નામજદ લોકો અને અન્ય અજાણ્યા વિરુદધ તપાસ ચાલુ છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પાંચ આરોપીઓ પકડ્યા
આ મામલે કુલ પાંચ લોકોની ધરપકડ  કરાઈ છે. જ્યારે પોલીસે આખા કેસની તપાસમાં લાગી છે જેથી કરીને સમગ્ર નેટવર્કનો પર્દાફાશ કરી શકાય. મળતી માહિતી મુજબ નોઈડા પોલીસે એક સ્ટિંગ ઓપરેશન દરમિયાન રેડ પાડીને આ 5 લોકોની ધરપકડ કરી છે. નોઈડા પોલીસે પોતાની રેડ દરમિયાન અનેક સાપ જપ્ત કર્યા છે. જ્યારે પોલીસને સાપનું પણ ઝેર મળ્યું છે. પોલીસે કડકાઈથી પૂછપરછ કરી ત્યારે આ મામલે બિગ બોસ વિજેતા એલ્વિશ યાદવનું નામ સામે આવ્યું છે. ત્યારબાદ પોલીસે એલ્વિશયાદવ વિરુદ્ધ પણ કેસ દાખલ કર્યો છે. 


ફરિયાદકર્તાએ કર્યો મોટો  ખુલાસો
આ સમગ્ર મામલે ખુલાસો કરતા સૌરવ ગુપ્તાએ કહ્યું કે આ રેકેટને પકડવા માટે ખુબ મહેનત કરી. તેમણે અનેક સૂચનાઓ ભેગી કરી ત્યારબાદ આ મોટી કાર્યવાહી કરાઈ. અત્રે જણાવવાનું કે એલ્વિશ યાદવ સહિત 6 વ્યક્તિઓ વિરુદ્ધ હાલ નોઈડા સેક્ટર 51 સ્થિત બેક્વેટ હોલમાં પાર્ટી કરવાનો અને સાપનું ઝેર ઉપલબ્ધ કરાવવાના આરોપ હેઠળ કેસ દાખલ કરાયો છે. જે પાંચ લોકો વિરુદ્ધ કેસ દાખલ થયો છે તેમાં રાહુલ, ટીટુનાથ, જયકરન, નારાયણ અને રવિનાથ સામેલ છે. 


કોણ છે એલ્વિશ યાદવ
એલ્વિશ યાદવ એક જાણીતો યુટ્યુબર અને સોશિયલ મીડિયા ઈન્ફ્લુએન્સર છે. તે કેટલાક સમયથી સતત લાઈમલાઈટમાં રહે છે. હાલમાં જ એલ્વિશે પોલીસ સ્ટેશનમાં એફઆઈઆર નોંધાવી હતી કે તેને કોઈ અજાણ્યા નંબરથી એક કરોડ રૂપિયાની ખંડણી માંગવામાં આવી હતી. પરંતુ હવે યુટ્યુબર વિરુદ્ધ જ કેસ દાખલ થઈ ગયો છે. 


એલ્વિશ યાદવે કરી સ્પષ્ટતા
આરોપો પર એલ્વિશ યાદવે સ્પષ્ટતા કરતા કહ્યું કે હું નિર્દોષ છું. મને ફસાવવામાં આવી રહ્યો છે. મને બદનામ કરવાની કોશિશ થઈ રહી છે. ધરપકડ કરવામાં આવી રહેલા લોકોમાંથી હું કોઈને ઓળખતો નથી. તેમની સાથે મારે કોઈ લેવાદેવા નથી. હું સ્પષ્ટપણે કહ્યું છું કે જો મારી એક ટકો પણ ભૂલ હશે તો હું પૂરેપૂરી જવાબદારી લેવા તૈયાર છું. સાપવાળા વીડિયો પર એલ્વિશે કહ્યું કે તે એક મ્યૂઝિક વીડિયોનું શૂટ છે. સાપના સપ્લાયવાળો આરોપ ખોટો છે. નક્કર પુરાવા વગર મારા વિરુદ્ધ નિવેદનો ન કરવામાં આવે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube